રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-05 13:06:04
  • Views : 97
  • Modified Date : 2026-02-05 13:06:04

રશિયાના ટેમ્બોવ વિસ્તારમાં એક માલગાડીમાં ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, રશિયાના મહત્વના સપ્લાય રૂટ પરથી પસાર થઈ રહેલી ટ્રેનના ફ્યૂલ વેગનમાં આ બ્લાસ્ટ થયો હતો.

વિકરાળ આગ અને નુકસાન આ વિસ્ફોટ મોસ્કો-વોરોનેઝ-રોસ્તોવ રૂટ પર આવેલા કોચેતોવકા-2 સ્ટેશન પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ ઈંધણના વેગનમાં વિકરાળ આગ લાગી હતી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની જ્વાળાઓ આકાશમાં 1000 ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનામાં રેલવેના આશરે 30 જેટલા વેગન ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી.

રેલવે વ્યવહાર પર અસર આ વિસ્ફોટને કારણે આ વ્યસ્ત રેલવે લાઇન પરની કામગીરી ખોરવાઈ ગઈ હતી, જેના પરિણામે અનેક ઇન્ટરસિટી ટ્રેનોના શિડ્યુલ ખોરવાયા હતા અને ટ્રેનો મોડી પડી હતી.


 


Download Our B K News Today App



Related News