બોલિવૂડમાં કોમવાદ મુદ્દે વિવાદ બાદ એઆર રહેમાનની સ્પષ્ટતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-18 13:50:41
  • Views : 108
  • Modified Date : 2026-01-18 13:50:41

ભારતીય સંગીતકાર આર રહેમાને પોતાના ગીતો તથા સંગીત માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જોકે હાલમાં તેઓ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં કોમવાદના આરોપના કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના આરોપ બાદ ઘણા સ્ટાર્સે તેમનો વિરોધ પણ કર્યો હતો. જે બાદ હવે તેમણે વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા આપી છે. 

વિવાદ બાદ એઆર રહેમાનની સ્પષ્ટતા 

એઆર રહેમાને કહ્યું છે કે, મારા માટે સંગીત લોકો તથા સંસ્કૃતિ સાથે જોડાવવાનું માધ્યમ રહ્યું છે. ભારત મારું ઘર નહીં, મારી પ્રેરણા અને ગુરુ પણ છે. મારો ઉદ્દેશ્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. આશા છે કે લોકો મારી પ્રમાણિકતા અને અને ઉદ્દેશ્ય સમજશે. મને ભારતીય હોવા પર ગર્વ છે. ભારતે મને તે મંચ આપ્યો જેના પર હું મારી રચનાત્મકતા સ્વતંત્રતા સાથે દુનિયાને બતાવી શક્યો. ભારતે હંમેશા મને પ્રેરિત કર્યો છે. મેં ભારતમાં સિક્રેટ માઉન્ટેન નામના દેશના પ્રથમ મલ્ટીકલ્ચરલ વર્ચ્યુઅલ બેન્ડની સ્થાપના કરી છે. મેં જલા પ્રોજેક્ટમાં કામ કર્યું, નાગા સંગીતકારો સાથે મળીને સ્ટ્રિંગ ઓરકેસ્ટ્રા બનાવ્યું, સનશાઈન ઓરકેસ્ટ્રાને મેન્ટર કર્યું. સંગીત હંમેશા લોકોને જોડવા તથા સાંસ્કૃતિક ધરોહરનું સન્માન કરવાનું માધ્યમ રહ્યું છે. 

શું હતો સમગ્ર વિવાદ

.આર. રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતા વિવાદ ઊભો થયો હતો. તેમણે કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી તેમને કામ નથી મળ્યું. મ્યુઝિક ઈન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઈન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે બધુ સીધું મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે.

નાના પ્રોડ્યુસર રહેમાન પાસે જતાં ડરે છે: જાવેદ અખ્તર 

મુદ્દે ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે, મને આવું નથી લાગતું. હું મુંબઈમાં રહું છું અને સૌ કોઈને મળતો રહું છું. લોકો મને ખૂબ સન્માન આપે છે. મને લાગે છે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીના લોકો એમ સમજે છે કે આર રહેમાન પશ્ચિમી દેશોમાં વધુ વ્યસ્ત રહે છે. એવામાં લોકોને સંકોચ થતો હશે કે આર રહેમાન આવશે કે નહીં આવે. તેઓ મહાન વ્યક્તિ છે તેથી નાના પ્રોડ્યુસર તેમની પાસે જતાં ખચકાય છે.

 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96