શ્રીલીલાની 'હલદી'ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:59:08
  • Views : 48
  • Modified Date : 2025-06-01 10:59:08

- અભિનેત્રી અને કાર્તિક આર્યન ડેટ કરી રહ્યા હોવાની પણ ચર્ચા થઇ રહી છે

મુંબઇ : કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જોકે બોલીવૂડના નિષ્ણાંતોનું કહેવું છે કે કાર્તિક આર્યનનો આ એક પબ્લિસિટી સ્ટંટ છે. અનુરાગબાસુની એર ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નજદીક આવી ગયા હોવાની પણ ચર્ચા છે. તેવામાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અંગત તસવીરો શેર કરીને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.શ્રીલીલાએ પોતાના મેકઅપ્આર્ટસ્ટ સાથે પોઝ આપતી હોવાની જોવા મળે છે જ્યારે અન્ય એક તસવીરમાં તે હલદી લગાવતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ કમિગ સૂન એવું કેપ્શન આપીને લોકોને વિચારતા કરી મુક્યા છે. શ્રીલીલના ચાહકો અભિનેત્રી કાર્તિક સાથે લગ્નની તૈયારી કરી રહી હોવાની અથવા તો તેની આગામી ફિલ્મના એક શૂટિંગનો હિસ્સો હોવાનું માની રહ્યા છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96