યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી જિનપીંગની દીકરીને અમેરિકાથી કાઢી મુકાશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-01 10:07:31
  • Views : 68
  • Modified Date : 2025-06-01 10:07:31

શી જિનપિંગની દિકરી અમેરિકામાં ભણે છે

નવી દિલ્હી તા.31
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીની ફંડીંગમાં કપાત અને ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની દીકરી મિંગેજનું નામ ચર્ચામાં છે.

શી મિંગજેએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. સોશિયલ મીડીયા પર અટકળો લગાવવામાં આવી રહી છે કે જો અમેરિકા ચીની છાત્રોના વીઝા રદ કરે છે તો શી મિંગજેને પણ અસર થઈ શકે છે. શી મિંગજે અમેરિકામાં ભણી રહી છે.

અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું છે કે અમેરિકા હવે ચીની છાત્રોના વીઝાને ‘આક્રમક’ રીતે રદ કરશે. ખાસ કરીને એવા છાત્રોને જેમનો સંબંધ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે છે, પણ હવે આ મુદ્દા સાથે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની દીકરીનું નામ જોડાવવા લાગ્યું છે.

Download Our B K News Today App



Related News