ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું થશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-01-22 14:47:45
  • Views : 69
  • Modified Date : 2026-01-22 14:47:45

આર્કટિક ક્ષેત્રના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની અમેરિકાની મહત્ત્વાકાંક્ષાએ વૈશ્વિક રાજકારણ એટલી હદે ગરમાવ્યું છે કે, જૂગજૂના સાથી અમેરિકા અને અમેરિકા એકબીજાને સૈન્ય કાર્યવાહીની ધમકીઓ આપી રહ્યા છે. ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ એવા ગ્રીનલેન્ડની વસ્તી 55,000 જેટલી છે, જેમાંના મોટાભાગના ઇન્યુઈટ જાતિના છે. અમેરિકા તો હમણાં ચિત્રમાં આવ્યું, બાકી ગ્રીનલેન્ડની પ્રજા તો છેલ્લા ઘણાં વર્ષોથી ડેનમાર્કથી મુક્ત થવાની માંગ કરતી રહી છે. ટ્રમ્પે કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની ઈચ્છા જાહેર કરી હોવાથી હવે રહીરહીને એવી વાત ફેલાવા લાગી છે કે ગ્રીનલેન્ડની સ્વતંત્રતાની ચળવળમાં અમેરિકા ગુપ્ત રીતે ઈંધણ પૂરી રહ્યું છે, જેથી સ્વતંત્ર થયેલા ગ્રીનલેન્ડમાં વિકાસ અને એની સુરક્ષા કરવાના બહાને એના પર કબજો જમાવી શકાય. શું ખરેખર અમેરિકા આવી પેરવી કરી રહ્યું છે? 

ગ્રીનલેન્ડની સુરક્ષા, વિદેશ નીતિ અને કાયદો ડેનમાર્ક પાસે 

ગ્રીનલેન્ડ ડેનમાર્ક સામ્રાજ્યનો ભાગ છે, પરંતુ 1979થી તેને ‘સ્વાયત્તતા’ મળી છે, જેનો અર્થ એ છે કે ગ્રીનલેન્ડની અલગ સરકાર છે, જે ત્યાંના શિક્ષણ, આરોગ્ય અને કુદરતી સંસાધનો જેવી આંતરિક બાબતોનું સંચાલન કરે છે. પણ, ગ્રીનલેન્ડની સુરક્ષા, વિદેશ નીતિ અને કાયદાકીય વ્યવસ્થા જેવી બાબતો ડેનમાર્કના હાથમાં છે. ડેનમાર્ક ગ્રીનલેન્ડને વાર્ષિક આર્થિક સહાય પણ પૂરી પાડે છે, જે ગ્રીનલેન્ડના બજેટનો મોટો ભાગ છે.

અમેરિકા ગ્રીનલેન્ડને સ્વતંત્ર થવા ભડકાવતું હોવાનો દાવો 

રાજકીય નિષ્ણાતોના એક વર્ગ અને ડેનમાર્ક મીડિયાનો દાવો છે કે, અમેરિકા ગ્રીનલેન્ડમાં ડેનમાર્કની સત્તાને નબળી પાડવા માટે પ્રયત્નશીલ છે. અહેવાલો પ્રમાણે, અમેરિકન અધિકારીઓ ડેનિશ સરકારને અવગણીને ગ્રીનલેન્ડના સ્થાનિક નેતાઓ સાથે સંપર્કમાં છે. તેઓ સહકાર અને રોકાણની ચર્ચા કરી રહ્યા છે. અમુક અમેરિકન નાગરિકો પણ ગ્રીનલેન્ડમાં રહીને ખાનગી રીતે સ્વતંત્રતાની ચળવળમાં ઈંધણ પૂરતા રહેતા હોવાની વાત છે. અમેરિકનોની આવી ભૂમિકાને લીધે એવી ધારણા બની રહી છે કે અમેરિકા ગ્રીનલેન્ડને ડેનમાર્કના પ્રભાવથી દૂર કરીને પોતાની તરફ ખેંચવા માંગે છે. અમેરિકન સરકાર પણ આ આરોપોનો સ્પષ્ટ ઇનકાર નહીં કરતી હોવાથી, આ વાત કોરી કલ્પના લાગતી નથી.  

 


Download Our B K News Today App



Related News