YouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું, ઓછામાં ઓછા સાત દિવસ સુધી કન્ટેન્ટ અપલોડ નહીં થઈ શકે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 14:04:47
  • Views : 396
  • Modified Date : 2021-01-13 14:04:47

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી અમેરિકાના કેપિટલમાં હિંસા ઉશ્કેરવા માટે વિવાદોથી ઘેરાયા છે. તાજેતરમાં જ Googleએ અમેરિકન રાષ્ટ્રપતિનું YouTube એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશીયલ એકાઉન્ટ છે. આ પહેલા ટ્વિટર અને ફેસબુકે પણ તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું હતું. જો કે ટ્વિટરે તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરી અને તેમને ચેતવણી આપી હતી.

    Googleએ ટ્વિટ કર્યું કે,પોલિસી વાયોલેશન અને સંભવિત હિંસાને ધ્યાનમાં રાખતા અમે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.અને હવે આ ચેનલ પર નવું કન્ટેન્ટ અપલોડ નહીં કરી શકાય. મહત્વનું છે કે સિવિલ રાઈટ ગ્રુપ્સે Googleને ડોનાલ્ડ ટ્રમ્પનું YouTube એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે કહ્યું હતું. આવું નહીં કરે તો સિવિલ રાઈટ્સ ગ્રુપ્સે YouTubeને વાઈડ બોયકોટની ધમકી પણ આપી હતી.ટ્રમ્પના યૂટ્યુબર પર 30 લાખ સબસ્ક્રાઈબર YouTube પરથી ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશીયલ ચેનલ બેન કરાઈ છે અને હવે ઓછામાં ઓછા સાત દિવસ સુધી ટ્રમ્પની YouTube ચેનલ પરથી કન્ટેન્ટ અપલોડ નહીં થઈ શકે.ઉલ્લેખનીય છે કે યૂટ્યુબ પર ડોનાલ્ડ ટ્રમ્પના 30 લાખ સબસ્ક્રાઈબર છે.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ રિસ્ટોર કરતી વખતે ટ્વિટરે ચેતવણી આપી હતી કે જો હવે પછીથી પોલિસીનું ઉલ્લંઘન થયું તો એકાઉન્ટ હંમેશા માટે બેન કરી દેવાશે. તો આ તરફ ફેસબુકે અનિશ્વિત સમય માટે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.


Download Our B K News Today App



Related News