દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-01 16:29:36
  • Views : 76
  • Modified Date : 2025-04-01 16:29:36

 આજે ઇન્ટરનેટની સ્પીડ જેટલી વધુ હોય એટલી યુઝર્સને ઓછી પડી રહી છે. એક પછી એક કંપની વધુ સ્પીડમાં ઇન્ટરનેટ પૂરો પાડવાની કોશિશ કરી રહી છે. જોકે દિવસ-રાત રીલ્સ જોવાની કિંમત હવે પૃથ્વી ચૂકવી રહી છે કારણ કે એ માટે ઇન્ટરનેટની જરૂર પડે છે. આ માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એ વિશે માહિતી આપવામાં આવી છે.

ટેક્નોલોજી તરફ આગળ વધવામાં કુદરતથી દૂર

દુનિયાભરના દેશમાં કુદરતને પ્રેમ કરવા વિશે કહેવામાં આવે છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. જોકે જેમ-જેમ વર્ષો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ટેક્નોલોજી વધી રહી છે. આ ટેક્નોલોજી વધવાની સાથે મનુષ્ય કુદરતથી દૂર થઈ રહ્યો છે. તે જ્યાં પણ જાય તેના મોબાઈલ વગર નથી જઈ શકતો. કોઈ પણ જગ્યાએ ગયો હોય ત્યાં જગ્યા કે કોઈ ભોજન વિશેનો કે કોઈ પણ પ્રકારનો ફોટો અથવા તો વીડિયો તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જો કે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કુદરતે કેટલું ભોગવવું પડે છે એનો કોઈને અંદાજો પણ નથી.

કેબલ દ્વારા પહોંચાડવામાં આવે છે ઇન્ટરનેટ

અંતરિક્ષમાંથી જ્યારે પૃથ્વીને જોવામાં આવે છે ત્યારે પૃથ્વીનો દરેક ખૂણો એમાં જોઈ શકાય છે. જોકે પૃથ્વી પર આવેલા પાણીમાં શું હાલત છે એ દરેકે જાણવા જેવી છે. આજે દરેક વ્યક્તિ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એને દરિયામાંથી કેબલ વડે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવે છે. કેબલ વડે ઇન્ટરનેટ વધુ ઝડપી હોય છે અને એના પર કોઈ પણ કુદરતી પરિસ્થિતિની અસર નથી થતી. આથી ઇન્ટરનેટનો ઉપયોગ અટક્યા વગર કરી શકાય છે. આ માટે દરિયામાંથી કેબલ દ્વારા એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.


કેબલથી વિટળાયેલી છે પૃથ્વી

આ કેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે પૃથ્વી કેવી રીતે કેબલથી વિટળાયેલી છે. કેટલીક જગ્યાએ કેબલ વધુ હોય છે તો કેટલીક જગ્યાએ ઓછા હોય છે. દુનિયાની ઘણી કંપનીઓ આ રીતે ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. આ કેબલને સબમરીન કેબલ્સની જાળ તરીકે ઓળખવામાં આવે છે.

Download Our B K News Today App



Related News