મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું ફરી મોટું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-01 17:18:06
  • Views : 99
  • Modified Date : 2025-04-01 17:18:06

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલથી ભારત, ચીન, મેક્સિકો સહિત તમામ દેશો પર રેસિપ્રોકલ ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ટેક્સની અસમાનતા ખતમ કરવામાં આવશે. જો કોઈ દેશ અમેરિકાના ઉત્પાદનો પર વધુ ટેક્સ ઝીંકશે તો અમે પણ તેટલો જ ટેક્સ તેમના પર ઝીંકશું. જોકે હવે ટ્રમ્પે આજે (1 એપ્રિલ) મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, ભારત અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાનું છે. 

ભારતે આવું પહેલાં કેમ ન કર્યું : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું કે, ‘મેં થોડા સમય પહેલાં જ સાંભળ્યું હતું કે, ભારતે પોતાના ટેરિફમાં મોટો કાપ કરવાની તૈયારી કરી છે. મેં પૂછ્યું હતું કે, તમે આવું પહેલાં કેમ ન કર્યું? ટેરિફ વધારવાના નિર્ણયથી અનેક દેશોની પોલિસીમાં સુધારો થશે.’

‘તમામ દેશો પાસે ટેરિફની અસમાનતા દૂર કરવાની શ્રેષ્ઠ તક’

જ્યારે ટ્રમ્પે એમ પૂછવામાં આવ્યું કે, તમારા ટેરિફના કારણે અન્ય દેશો ચીન તરફ વળી જશે? તો તેમણે કહ્યું કે, આવું નહીં થાય, પરંતુ મારા નિર્ણયના કારણે તમામ દેશો ટેક્સ અંગે સારી પોલિસી બનાવી શકશે. વર્તમાન પોલિસીમાં અસમાનતા છે. હું અન્ય દેશો ચીન તરફ વળવા બાબતથી ચિંતિત નથી. મને લાગે છે કે, તમામ દેશો પાસે ટેરિફની અસમાનતા દૂર કરવાની શ્રેષ્ઠ તક છે. વાસ્તવમાં મારા નિર્ણયના કારણે તેમને જ ફાયદો થશે અને કેટલાક દેશો ટેરિફ ઘટાડી દેશે. અનેક દેશો વર્ષોથી અમેરિકાના ઉત્પાદનો પર મનમાની રીતે ટેરિફ ઝીંકી રહ્યા છે.

યુરોપે અમારા ત્યાં બનેલી કારો પર ટેક્સ ઘટાડ્યો : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, ‘યુરોપે તો અમેરિકામાં બનેલી કારો પરના ટેક્સમાં 2.5 ટકાનો ઘટાડો કર્યો છે. થોડાં દિવસ પહેલાં યુરોપે જાહેરાત કરી હતી અને હવે તેઓએ ટેક્સમાં કપાત કરી છે.’ ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે.

Download Our B K News Today App



Related News