ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ રમતો જિબ્લી ફોટો બનાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-03 17:49:03
  • Views : 85
  • Modified Date : 2025-04-03 17:49:03

 સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે ભારતમાં AI નો ઉપયોગ ખૂબ જ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યો છે. આથી એને સેલિબ્રેટ કરતાં, ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ રમતો જિબ્લી ફોટો બનાવીને શેર કર્યો હતો. ક્રેડ કંપનીના સીઈઓ કુનાલ શાહે તેના આ પ્રયત્નની ખૂબ જ પ્રશંસા કરી હતી.

સેમ ઓલ્ટમેન અને ઇન્ડિયાના સંબંધ

એક સમય હતો જ્યારે સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે ઇન્ડિયા દ્વારા ચેટજીપીટી જેવું મોડલ બનાવવું નકામું છે. જો કે હવે સેમ ઓલ્ટમેન માને છે કે ઇન્ડિયામાં AI નો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે તે ગજબ છે. OpenAI ના સીઇઓનું આ હૃદય પરિવર્તન જિબ્લી સ્ટુડિયો થીમ ટ્રેન્ડ બાદ જોવા મળ્યું છે. જો કે તેનો આ પરિવર્તન ખરેખર છે કે પબ્લિસિટી સ્ટન્ટ છે એ મુદ્દે યુઝર્સ સવાલો કરી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News