મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-03 15:32:11
  • Views : 60
  • Modified Date : 2025-04-03 15:32:11

 ઉત્તર પ્રદેશના કૌશામ્બીથી એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક 16 વર્ષની છોકરીએ નજીવી વાત પર નારાજ થઈને આત્મહત્યા જેવું ભયાનક પગલું ભર્યું છે. 10માં ધોરણની વિદ્યાર્થીનીએ પોતાના ઘરની અંદર છતના હૂકથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી છે. 

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું

વાસ્તવમાં ઘટના એવી હતી કે, વિદ્યાર્થિનીની મમ્મીએ તેના પરથી મોબાઈલ છીનવી લીધો હતો. આ નજીવી વાતનું તેને એટલું માઠું લાગી આવ્યું કે, તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો. 

સિરાથુ એરિયા ઓફિસર અવધેશ કુમાર વિશ્વકર્માએ આ મામલે જણાવ્યું કે, મૃતક હાઈસ્કૂલની વિદ્યાર્થિની હતી. તે બુધવારે બપોરે તેનો મોબાઇલ ફોન વાપરી રહી હતી ત્યારે તેની માતાએ તે ફોન છીનવી લીધો અને નજીકના ખેતરમાં ઘઉં કાપવા માટે જતી રહી. ત્યારબાદ છોકરીએ ઘરની અંદર છતના હૂકથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ખેતરમાંથી પાછા ફરતી વખતે છોકરીની માતાએ સગીરનો મૃતદેહ જોયો અને ગ્રામજનો અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. હવે આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News