ટીમ્બા નજીક તાપી નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-15 15:49:13
  • Views : 106
  • Modified Date : 2023-05-15 15:49:13

મળતી માહિતી અનુસાર, કામરેજના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી નદીમાં આશિષ કાતરિયા નામનો યુવક ગઈકાલે મિત્રો સાથે ન્હાવા માટે આવ્યો હતો. તે મિત્રો સાથે ન્હાવા માટે નદીમાં કૂદ્યો હતો. આ દરમિયાન તે અચાનક તાપી નદીના પાણીમાં ડૂબી ગયો હતો. જે બાદ આશિષની સાથે આવેલા મિત્રોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમાં ફોન કરીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયોપોલીસને જાણ કરતાની સાથે જ કામરેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી હતી.  જે બાદ આજે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કામરેજ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

Download Our B K News Today App



Related News