Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો યાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-19 14:38:42
  • Views : 96
  • Modified Date : 2025-02-19 14:38:42

મહાશિવરાત્રીના દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં બજારમાં મળતા અને ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક થેપલા સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

વ્રત દરમિયાન કંઈ હેલ્ધી ખાવાનું વિચારતા હોવ તો તમે ફરાળી થેપલા ઘરે બનાવીને ખાઈ શકો છો. તો આજે ફરાળી થેપલા બનાવવાની સરળ રેસિપી જણાવીશું.

 

ફરાળી થેપલા બનાવવા માટે બાફેલા બટાકા, રાજગરાનો લોટ, આરા લોટ, હળદર, લાલ મરચું, મીઠું, તેલ અને ગરમ પાણી સહિતની સામગ્રીની જરુરત પડશે.

 

ફરાળી થેપલા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાની છાલ કાઢી તેને બરાબર મેશ કરી લો. ત્યારબાદ તેમાં થોડો થોડો રાજગરાનો અને આરા લોટ મિક્સ કરી ઉમેરતા રહ્યો.

હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર, તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મુકી દો. જેથી થેપલા સોફ્ટ બને છે.

હવે લોટના નાના નાના ગોળા બનાવી થેપલા વણી લો. ત્યારબાદ તેને બંન્ને બાજુથી બરાબર શેકી લો. તમે આ ફરાળી થેપલાને બટાકાના શાક સાથે અથવા ચા સાથે પણ સેવન કરી શકો છો.

 

Download Our B K News Today App



Related News