પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું ભયાનક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-09 16:48:04
  • Views : 74
  • Modified Date : 2025-03-09 16:48:04

મુંબઈમાં પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોના દર્દનાક મોત થયાં હતા.



મુંબઈના નાગપાડા વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક નિર્માણાધીન ઇમારતની પાણીની ટાંકીમાં ગૂંગળામણને કારણે 5 મજૂરોના મોત થયા છે. નાગપાડાના મિન્ટ રોડ પર ગુડ લક મોટર ટ્રેનિંગ સ્કૂલ પાસે એક નિર્માણાધીન ઇમારતમાં પાણીની ટાંકી સાફ કરતી વખતે પાંચ કોન્ટ્રાક્ટ મજૂરોના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા કામદારોને તાત્કાલિક જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



સફાઈ માટે ઉતર્યાં હતા મજૂરો


મજૂરો સફાઈ માટે પાણીની ટાંકીમાં ઉતર્યાં હતા અને સફાઈ કરતાં ઝેરી ગેસ ફેલાયો હતો જે શ્વાસમાં જતાં તેમણે ગૂંગળામણ થઈ હતી અને તેને કારણે તેઓ બેભાન થતાં, મજૂરોને ટાંકીમાંથી કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું.



તળિયે પેદા થાય છે ઝેરી ગેસ


ટાંકીને તળિયે ઝેરી ગેસ બનતો હોય છે અને મજૂરો ઘણી વાર તેની ચપેટમાં આવતાં હોય છે છતાં પણ તેમની સેફ્ટી માટે કોઈ પગલાં લેવાતા નથી.

Download Our B K News Today App



Related News