જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની વસ્તુઓ મળતાં હડકંપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 16:05:36
  • Views : 91
  • Modified Date : 2025-03-12 16:05:36

દેશની એક જાણીતી હોસ્પિટલમાં કાળા જાદુનો ખેલ સામે આવ્યો છે.



મુંબઈની જાણીતી લિલાવતી હોસ્પિટલમાં બ્લેક મેજિકનો આરોપ કરાતાં ખળભળાટ મચ્યો છે. ખુદ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આવા ચોંકાવનારા આરોપ મૂક્યો છે. ટ્રસ્ટીઓએ એવું કહ્યું કે હોસ્પિટલ પરિસરની અંદર કાળો જાદુ કરવામાં આવ્યો છે જેમાં હાડકાં અને વાળ ભરેલા 8 અસ્થિકૂંભ મળી આવ્યાં હતા.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



કાળા જાદુમાં વપરાતી વસ્તુઓ મળી


હોસ્પિટલના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે હાલના ટ્રસ્ટીઓએ કેટલાક ચોંકાવનારા ખુલાસાં કર્યાં છે. કેટલાક કર્મચારીઓએ એવું કહ્યું કે કાળા જાદુમાં વપરાતી ચીજો ટ્રસ્ટીઓની ઓફિસમાંથી મળી હતી તેથી સાક્ષીઓની હાજરીમાં વીડિયોગ્રાફી કરીને અમે ફ્લોર પર ખોદકામ કર્યું હતું જેમાં આઠ અસ્થિકૂંભ મળ્યાં હતા જેમાં માનવ શરીરના અવશેષો, હાડકાં, વાળ અને ચોખા તથા કાળા જાદુમાં વપરાતી બીજી ચીજવસ્તુઓ મળી છે.



હોસ્પિટલમાંથી 1200 કરોડના ફંડની ઉચાપત


ટ્રસ્ટીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પૂર્વ ટ્રસ્ટીઓએ હોસ્પિટલમાંથી 1200 કરોડના ફંડની ઉચાપત કરી હતી.

Download Our B K News Today App



Related News