વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો પોલીસકર્મીએ કર્યું દિલધડક રેસ્કયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-13 17:20:17
  • Views : 251
  • Modified Date : 2023-05-13 17:20:17

રાજ્યમાં રેલવે સ્ટેશન પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો ઉતાવળે જગ્યા મેળવવા માટે અથવા તો ઝડપથી ટ્રેનની નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં તેઓ જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક ઘટના વાપી રેલવે સ્ટેશન પર બની છે.જેમાં યાત્રી ચાલુ ટ્રેનમાં ચઢવા જતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. ત્યારે રેલવે સ્ટેશન પર હાજર પોલીસકર્મીએ યાત્રીનું દિલ ધડક રેસ્ક્યુ કર્યુ હતું. મુસાફરને પોલીસકર્મીએ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચેથી ખેંચીને બહાર કાઢ્યો હતો. પોલીસની સતર્કતા વાપરીને મુસાફરનો જીવ બચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર હાજર લોકોએ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી હતી.સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી મહિલાઆ અગાઉ સુરતમાં ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મહિલા ફસાઈ હતી. ત્યારે RPFના જવાને બચાવી લીધી હતી. બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત સુરત રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચઢવા જતી એક મહિલાનું સંતુલન ખોરવાતાં તેનો પગ લપસી ગયો હતો. મહિલા દરવાજાનો એંગલ પકડી ન શકતા સીધી પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ ગઈ હતી. આ દરમિયાન આરપીએફના એક જવાને મહિલાને તાત્કાલિક બહાર ખેંચી લઈને તેણીનો જીવ બચાવી લીધો હતો. જો બે મિનિટ મોડું થયું હોત તો કદાચ આ મહિલાનું બચવું મુશ્કેલ બની ગયું હોત એવું રેલવે વિભાગનું કહેવું હતું.થોડા દિવસ પહેલા અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવતા બચાવી લેવામાં આવી હતી. એક યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતી પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને પરીવારજનોને જણાવ્યા વગર જ સાબરમતી નદીમાં આત્મહત્યા કરવા ગઈ હતી. સાબરમતી નદીમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનારી યુવતીને પોલીસે બચાવી લીધી હતી. આ સમયે યુવતી ધ્રૂસકેને ધ્રૂસકે રડીને તેને આત્મહત્યા કરવા જવા દેવા માટે આજીજી કરવા લાગી હતી. જો કે પોલીસે કાઉન્સેલિંગ કરીને યુવતીને સ્વજનોને સોંપી હતી.

Download Our B K News Today App



Related News