નવસારી: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા, ત્રણ લક્ઝુરિયસ કાર સાથે 22 લાખનો મુદ્દામાલ કબજે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-15 16:44:17
  • Views : 158
  • Modified Date : 2023-05-15 16:44:17

ગણદેવીના ગણદેવા ગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા છે. ફાર્મ હાઉસમાં જ્યારે દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે અચાનક પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ફાર્મ હાઉસમાં ઉંચી બ્રાન્ડની દારૂ સાથે મહેફિલ માણી રહેલા સુરતના 6 નબીરાઓને પકડી પાડયા છે.પોલીસે ઘટના સ્થળેથી ઉંચી બ્રાન્ડની મોંઘી દારૂની બાટલીઓ સાથે બિયરના ટીન પણ મળી આવ્યા છે. જેની બજાર કિંમત આશરે 43,300 રૂપિયા છે. આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી દારૂ સાથે 20 લાખ રૂપિયાની ત્રણ લક્ઝરી કાર, સાઉન્ડ સિસ્ટમ મળી 22.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગણદેવીના ગણદેવા ગામે હટવાડા ફળીયા નહેર પાસેના ફાર્મ હાઉસમાં શનિવાર મધ્યરાત્રીએ વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હતી. જેમા સુરતના 6 નબીરા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે બ્રાન્ડેડ વહીસ્કી અને બિયરની 63 બાટલો સાથે ત્રણ લક્ઝુરિયસ કાર મળીને રૂ.22,80,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો. તમામ સામે કાનુની કાર્યવાહી હાથ ધરાઇ હતીગણદેવા ગામમાં આ ફાર્મ હાઉસમા શનિવાર મધ્યરાત્રીએ કેટલાક યુવાનો ગીતોની મોજ સાથે વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જે અંગેની ગણદેવી પીએસઆઇને બાતમી મળતાં ગણદેવી પોલીસે છાપો માર્યો હતો.પોલીસે આ નબીરાઓને ઝડપી પાડીને પ્રોહીબિશન મહેફિલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે વ્હીસ્કી, ટીનબિયરની 63 બોટલ રૂ.43300ની, કાર નં.જીજે 5 જેએ 5533, વોલ્વો કાર નં. જીજે 16 બીએન 4725, બ્રેઝા કાર નં. જીજે 05 આર એમ 2349, હુંડાઈ કાર નં. જીજે 05 જેએસ 2250 મળીને રૂ. 20 લાખ, સાઉન્ડ સિસ્ટમ રૂ.15 હજાર, મોબાઈલ નંગ 9 કિંમત રૂ.2 21,000 મળીને રૂ. 2280800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણદેવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છે.પકડાયેલા આરોપીના નામ આ પ્રમાણે છે. દિક્ષીત કાનજીભાઇ ચોવટીયા ઉ.વ 21 રહે. અક્ષરજયોત સોસાયટી અડાજણ સુરત, કુણાલ જયંતીભાઇ ગાબાણી ઉ.વ 36 રહે. 28 આદર્શ સોસાયટી આંબાતલાવડી રોડ કતારગામ સુરત. રાજુભાઇ વજુભાઇ લેઉવા પટેલ ઉ.વ 39 રહે. 179 અંબીકાનગર સોસાયટી કતારગામ સુરત, જીજ્ઞેશભાઇ ડાહયાભાઇ વીઠાણી ઉ.વ 35 રહે.ફ્લેટ નં-703 સુરભી એપાર્ટમેન્ટ, ડુમસ રોડ પીપલોદ સુરત, મીતેશભાઇ દેવરાજભાઇ ભરોડીયા ઉ.વ.45 રહે.26, આદર્શ સોસાયટી આંબાતલાવડી રોડ કતારગામ સુરત, નિકુંજભાઇ વસરામભાઇ નાવડીયા ઉ.વ.32 રહે. 25 આદર્શ સોસાયટી આંબાતલાવડી રોડ કતારગામ સુરતની ધરપકડ કરી છે.

Download Our B K News Today App



Related News