સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો ચુકાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 16:08:55
  • Views : 41
  • Modified Date : 2025-03-12 16:08:55

સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો છે અને તેને માટે સજા થઈ શકે છે તેવો કોર્ટનો ચુકાદો છે.


સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો છે તેવું ગુરુગ્રામની એક કોર્ટે કહ્યું છે. 7 વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવવા બદલ કોર્ટે ગુનેગારને સાત વર્ષની જેલની સજા ફટકારી છે તે ઉપરાંત ગુનેગારને 60,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અહીંની એક કોર્ટે સાત વર્ષની બાળકીને અશ્લીલ વીડિયો બતાવવા બદલ એક પુરુષને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



શખ્સે સગીરાને દેખાડ્યો હતો અશ્લિલ વીડિયો


પોલીસના જણાવ્યા અનુસાર, 7 જૂન, 2022 ના રોજ, સેક્ટર 40 માં એક સગીર છોકરીને એક પુરુષ અશ્લીલ વીડિયો બતાવતો હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ સેક્ટર 40 પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી અને ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લાના જોરાસી ગામના વતની આરોપી આનંદની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી, પોલીસે વિગતવાર તપાસ હાથ ધરી અને કોર્ટ સમક્ષ જરૂરી તમામ પુરાવા અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.



કોર્ટે શું કહ્યું


આ કેસની ગંભીરતા જોતાં કોર્ટે એવું કહ્યું કે અશ્લિલ વીડિયો દેખાડવો મોટો ગુનો છે અને તેને માટે સજા પણ મોટી હોઈ શકે છે. કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.

Download Our B K News Today App



Related News