છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા? પોલીસ તપાસમાં નવો વળાંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 16:59:27
  • Views : 74
  • Modified Date : 2025-03-11 16:59:27

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધા છે. બોડેલી તાલુકાના પાણેજ ગામમાં બાળકીની હત્યા મામલે પોલીસે આરોપી ભુવા લાલુ તડવીને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જોકે, આરોપી પૂછપરછ દરમિયાન તાંત્રિક વિધિનો ઈનકાર કરી સતત પોલીસને ભરમાવી રહ્યો છે. ક્યારેક આરોપી બહેનના ખૂનનો બદલો લેવાની વાત કરે છે, તો ક્યારેક બાળકીની માતા સાથે બોલાચાલી થવાના કારણે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું જણાવે છે.

બહેનની મોતનો બદલો?

છોટા ઉદેપુરના પાણેજ ગામમાં બાળકીની બલિના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું કે, પૂછપરછમાં આરોપીએ તાંત્રિક વિધિનો ઈનકાર કર્યો છે. આરોપીએ પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપ્યાં છે. પહેલાં આરોપીએ કહ્યું કે, બાળકીના પિતાએ મારી બહેનનું ખૂન કર્યું હતું, જેથી મેં બદલો લેવા તેની દીકરીને મારી નાંખી. પરંતુ, જ્યારે તપાસ કરવામાં આવી તો તેની બંને બહેન જીવિત છે. જેથી, અમે વધુ પૂછપરછ હાથ ધરી તો તેણે આખી વાત ફેરવી નાંખી.

તાંત્રિક વિધિના કારણે નહતી કરાઈ હત્યા? 

પોલીસે વધુ પૂછપરછ કરી ત્યારે આરોપીએ જણાવ્યું કે, બાળકીની માતા સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. બાળકીના ગળા પર કુહાડી મારી તેના છાંટા મંદિર પર ઉડ્યા હતાં. આરોપી સતત બલિના ઈરાદે હત્યા કરી હોવાનો ઈનકાર કરી રહ્યો છે. 

શું હતી ઘટના? 

છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, તે પહેલાં જ પોલીસને જાણ કરી દેવાતા બાળક બચી ગયો હતો. 

Download Our B K News Today App



Related News