હદ થઇ ગઇ! હવે ગોધરામાં શ્વાને કહેર વર્તાવ્યો, કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7 લોકો પર રખડતા કૂતરાં તૂટી પડ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-26 16:57:38
  • Views : 1183
  • Modified Date : 2023-04-26 16:57:38

પંચમહાલના ગોધરા શહેરમાં શ્વાનના આતંકનો સિલસિલો યથાવત હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કેગોધરા કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં શ્વાનના હુમલાથી અરજદારો પરેશાન બન્યા છે. કચેરીના કંપાઉન્ડમાં અરજદારો અને કર્મચારીઓ પર શ્વાને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7 વ્યક્તિઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ કલેક્ટર કચેરીમાં શ્વાનના આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ગોધરા કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં એક સાથે 7 વ્યક્તિઓ શ્વાનના હુમલાનો ભોગ બન્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કેગોધરા શહેરમાં કલેક્ટર કચેરીમાં અરજદારો, નાની બાળકી અને કર્મચારી મળી કૂલ 7 લોકોને શ્વાને બચકાં ભર્યા હતા. જે બાદમાં તમામને સારવાર અર્થે નજીકનો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News