વિશ્વ વ્યાપાર સંગઠનની બેઠકો 20 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:39:05
  • Views : 492
  • Modified Date : 2020-03-12 12:39:05

વિશ્વ વ્યાપાર સંગઠન ડબ્લ્યુટીઓના એક કર્મચારીને નોવેલ કોરોના વાયરસ સંક્રમણ થતા ડબ્લ્યુટીએ પોતાની બેઠકોને 20 માર્ચ સુધી સ્થગિત કરવાની ઘોષણા કરી છે.જેમાં ડબ્લ્યુટીએ પોતાના સભ્યોએ જણાવ્યું છે કે બધી જ બેઠકોને  20 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવશે.ડબ્લ્યુટીઓના એક કર્મચારીને નોવેલ કોરોના વાયરસની અસર થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં સચિવાલયના કર્મચારીઓ અને સભ્યોના સ્વાસ્થ્યને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.આમ આ કારણોસર અભૂતપૂર્વ પગલું ભરવામા આવ્યું છે.

Download Our B K News Today App



Related News