દુનિયાનું ટેન્શન ફરી વધશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-09 15:07:28
  • Views : 2043
  • Modified Date : 2022-10-09 15:07:28

    ઠંડી વધતાની સાથે જ દુનિયાના પશ્ચિમી દેશો ખાસ કરીને યુરોપ અને બ્રિટનમાં કોરોનાનો ખતરો વધુને વધુ ઘાતક થઈ રહ્યો છે.  આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઉપલબ્ધ રસીના પ્રકાર અંગેની મૂંઝવણ બૂસ્ટર ડોઝને મર્યાદિત કરી શકે છે.  ગયા ઉનાળામાં હાવી થયેલ ઓમિક્રોનના સબવેરિયન્ટ બીએ.4 બીએ.5 હાલ પણ વધારે સંક્રમણમાં સામિલ છે. ચિંતાનો વિષય એ છે કે હવે ઓમિક્રોનના નવા સબવેરિયન્ટ પણ મળી રહ્યા છે.ખાનગી રિપોર્ટ અનુસાર બુધવારે મોડી રાત્રે જાહેર કરાયેલ WHOના આંકડા દર્શાવે છે કે પરીક્ષણમાં મોટો ઘટાડો હોવા છતાં, યુરોપમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસ 15 લાખ પર પહોંચી ગયા છે, જે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં 8 ટકા વધારે છે. જો કે વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાજેતરના અઠવાડિયામાં, બ્રિટન તેમજ 27 દેશોની હોસ્પિટલોમાં દાખલ થયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે.ખાનગી અહેવાલ અનુસાર, 4 ઑક્ટોબરે પૂરા થયેલા અઠવાડિયાની સરખામણીએ આ અઠવાડિયે ઇટાલીમાં કોવિડ-19થી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. જ્યારે ICUમાં દાખલ થયેલા દર્દીઓમાં ગયા સપ્તાહની સરખામણીએ 21 ટકાનો વધારો થયો છે. આ અઠવાડિયે બ્રિટનમાં કોવિડથી હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યામાં પાછલા અઠવાડિયાની સરખામણીમાં 45 ટકાનો વધારો થયો છે.ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ હજુ પણ દેશના કામકાજને ગંભીર રીતે અસર કરી રહ્યો છે. જેના કારણે પર્યટન ઉદ્યોગને માઠી અસર થઈ છે. ચીનમાં 1 ઓક્ટોબરથી અઠવાડિયા સુધી ચાલનારા "રાષ્ટ્રીય દિવસ અવકાશ"ની રજા દરમિયાન 42.20 કરોડ પ્રવાસીઓએ ચીનની મુલાકાત લીધી હતી. ગયા વર્ષની રજાઓ કરતાં આ આંકડો 18.2% ઓછો છે. તમને જણાવી દઈએ કે હાલ ચીનમાં કોરોનાના વધતા કહેરને લઈને તંત્ર દ્વારા વધુ કડકાઈ લેવામાં આવી રહી છે.

 

 

 

 

 

Download Our B K News Today App



Related News