દુનિયામાં પ્રથમવાર હીરાની અંદર હીરો મળ્યો, કિંમત 426 કરોડ રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 16:24:11
  • Views : 584
  • Modified Date : 2019-10-07 16:24:11

દુનિયામાં પ્રથમવાર હીરાની અંદર પણે કે હીરો મળ્યો છે. રશિયાની સાઈબેરિયાની માઇનિંગ કંપની પીજેએસસીએ શુક્રવારે આ જાણકારી આપી છે. અલરોસાએ જણાવ્યું કે, યકુશિયાની ન્યૂરબા ખાણમાં મળેલો હીરો 80 કરોડથી પણ વધારે વર્ષ જૂનો હોઈ શકે છે.આ હીરાની કિંમત 60 મિલિયન ડોલર એટલે કે 426 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. રશિયાની પરંપરા પ્રમાણે ટીન મૈટ્રીઓશકા કહેવામાં આવે છે. તેનું વજન 0.62 કેરેટ છે, જ્યારે અંદરના પથ્થરનું વજન 0.02 કેરેટ છે.હીરાની અનોખી રચના રિસર્ચ અને ડેવલોપમેન્ટ જીઓલોજિકલ એન્ટરપ્રાઇઝના મેમ્બર ઓલેગ કોવલચૂકે કહ્યું કે, વૈશ્વિક હીરાના માઇનિંગ ઇતિહાસમાં અત્યાર સુધી આવો ડાયમન્ડ ક્યારેય મળ્યો નથી. આ સાચેમાં પ્રકૃતિની અનોખી રચના છે.

Download Our B K News Today App



Related News