વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ ગંગા ડેલ્ટા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 08:59:37
  • Views : 684
  • Modified Date : 2019-04-13 08:59:37

પવન અને પાણીના પ્રવાહો જમીન પર ઘસારો કરી અવનવા રંગરૂપ અને આકાર ઉભા કરે છે. તેમાંય પર્વતમાંથી નીકળતી નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીના વિસ્તારમાં ઘણા મોટા ફેરફારો કરી છે. નદીના પાણીનો પ્રવાહ અને પૂર જમીન પર ભારે ઉથલપાથલ સર્જે છે. ખાસ કરીને સમુદ્રમાં ભળે છે તે સ્થળનાં દરિયા કિનારે નદીમાં ઘસડાઇને આવેલો સાંપ જમા થાય છે. નદી સમુદ્રને મળે ત્યારે અનેક શાખાઓમાં વહેંચાય છે. આ સ્થાનને નદીનું મુખ કહેવાય છે. નદીના મુખ પર તો ત્રિકોણાકાર જમીનનો ભાગ ઘણી રીતે મહત્વનો ગણાય છે. વિશ્વભરમાં સૌથી મોટો મુખ ત્રિકોણ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. મુખ ત્રિકોણને ડેલ્ટા કહે છે. ભારતની બે મોટી નદીઓ ગંગા અન્એ બ્રહ્મપુત્રા જ્યાં સમુદ્રને મળે છે ત્યાં આ ડેલ્ટા બન્યો છે. ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોમાં વહેંચાયેલો આ ડેલ્ટા ૧૦૫૦૦૦ ચોરસકિલોમીટરના  વિસ્તારમાં ફેલાયેલો છે. ચીકણી માટીવાળો આ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ ગણાય છે. ગંગા નદીના મુખત્રિકોણમાં વારંવાર પૂરનો ભય હોવા છતાંય ૧૦ થી ૧૨ કરોડ લોકો વસે છે. આ બધાનું ગુજરાન ગંગા નદી પર નિર્ભર છે અને વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળો મુખત્રિકોણ છે. અહીંનું સુંદરવન જાણીતું છે. હિમાલયની પર્વતમાળામાંથી આવતી ગંગા, જમુના અને બ્રહ્મપુત્ર નદીઓનો પ્રવાહ સમુદ્ર નજીક આવતાં ધીમો પડે છે અને પ્રવાહમાં આવતા ફળદ્રુપ કાંપ જમીન પર ઠરે છે. ગંગાનો ડેલ્ટા વિશ્વભરમાં સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે.વનસ્પતિ જગતમાં કેટલાંક વૃક્ષો તેમની ઉંચાઇ, ઘેરાવો કે ઉંમરને કારણે વિશ્વપ્રસિદ્ધ થાય છે. મેક્સિકોના સાન્ટા મારિયાના ચર્ચ પાસે આવેલા સાયપ્રસનાં વૃક્ષનું થડ વિશ્વમાં સૌથી જાડું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું આ વૃક્ષ ધ ટુલ ટ્રી તરીકે જાણીતું થયું છે. તેનું થડ ૧૧૯ ફુટનો ઘેરાવો અને ૩૮.૧ ફુટનો વ્યાસ ધરાવે છે. તેના થડ પર નાની મોટી અનેક ગાંઠો આવેલી છે. આ વૃક્ષ ૧૧૯ ફુટ ઉંચું છે. વૃક્ષનું કુલ વજન ૭૦૦ ટન અંદાજવામાં આવ્યું છે.ધ ટુલ ટ્રી ૧૨૦૦ વર્ષ જુંનું છે અને છતાંય આજે પણ લીલા પાનથી હર્યું ભર્યું છે. સ્થાનિક લોકો તેને જીવનનું વૃક્ષ કહે છે. ઝાડના થડ ઉપરની ગાંઠોને કોતરી વાઘ,સિંહ વગેરેના મ્હોરાના શિલ્પ બનાવેલા છે તેથી આ વૃક્ષ જોવાલાયક બન્યું છે.
 

Download Our B K News Today App



Related News