બ્રિટનમાં ટેમ્પોન ટેક્સનો અંત આવતા મહિલાઓને રાહત, હવે પીરિયડ્સ પ્રોડક્ટ્સ ઓછી કિંમતમાં મળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 13:45:46
  • Views : 423
  • Modified Date : 2021-01-04 13:45:46

    બ્રિટનમાં પીરિયડ્સ પ્રોડક્ટ્સ પર લાગતા ટેમ્પોન ટેક્સનો જાન્યુઆરી 2021માં અંત આવ્યો છે. આ નિર્ણયને લીધે મહિલાઓને પ્રોડક્ટ્સ ઓછા ભાવમાં મળશે. અત્યાર સુધી બ્રિટનમાં આ તમામ પ્રોડક્ટ્સ પર 5% વેટ લગાવવામાં આવતો હતો અને તેને ટેમ્પોન ટેક્સ નામ આપવામાં આવ્યું હતું.બ્રિટનની ટ્રેઝરીએ અંદાજો લગાવ્યો છે કે, આ નિર્ણયને લીધે એક એવરેજ મહિલાના જીવનમાં આશરે 3 લાખ રૂપિયાની બચત થશે. મહિલાના અધિકારો માટે કામ કરતી એક સોસાયટીના CEO ફેલિસિયા વિલોએ કહ્યું કે, આ જગ્યા સુધી પહોંચવા માટે અમે એક મોટો સફર કર્યો છે. અંતે સેનિટરી પ્રોડક્ટને લક્ઝરી આઈટમ્સમાંથી બહાર કર્યા. કેનેડા, ભારત, ઓસ્ટ્રેલિયા, કેન્યા અને અમુક અમેરિકન રાજ્યોમાં સેનિટરી પ્રોડક્ટ પર ટેક્સ લગાવવામાં આવતો નથી.


Download Our B K News Today App



Related News