WHOના કલર-કોડેડ નકશામાં લદ્દાખ-J&K ભારતથી અલગ,ચીનની મિલીભગત હોવાનો આરોપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 15:15:20
  • Views : 380
  • Modified Date : 2021-01-11 15:15:20

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને(WHO) પોતાની વેબસાઈટ પર દુનિયાના તમામ દેશોને અલગ અલગ રંગોથી વર્ણવ્યા છે. પરંતુ આમા ખાસ તો એ છે કે તેને ભારતને દેખાડતી વખતે લદ્દાખ અને જમ્મુ કાશ્મીરને અલગ રંગથી દેખાડ્યા છે. ત્યારપછી બ્રિટનમાં ભારતીય પ્રવાસીઓ તરફથી અમુક નારાજગી ભરેલા રિએક્શન સામે આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ગ્રે રંગમાં બતાવવામાં આવ્યું છે, જ્યારે આખા ભારતને વાદળી રંગનું બતાવવામાં આવ્યું છે.આ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 ડેશબોર્ડર પર લાગેલો છે, જ્યાં કોરોનાના તાજેતરના કેસ અંગે માહિતી મળે છે. જો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નકશાના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના દિશા નિર્દેશનું પાલન કરે છે.

    લંડનમાં રહેતા એક આઈટી કન્સલ્ટન્ટે આ નકશાને સૌથી પહેલા નોટિસ કર્યો હતો. જેને એક વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, જ્યારે તેને આ નકશાને જોયો તો તેમાં લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર ભારતથી અલગ છે, તો તે અચંબામાં પડી ગયો અને તેને એવું કહ્યું કે, આની પાછળ ચીનનો હાથ હોઈ શકે છે, કારણ કે ચીન WHOને સૌથી વધુ ફડિંગ આપે છે.

    IT કન્સલટન્ટ પંકજનું કહેવું છે કે હું એ વાતથી ચોંકી ગયો કે, દુનિયાની આવડી મોટી સંસ્થા આવડી મોટી ભૂલ કરી શકે છે. હું જાણું છું કે, ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને સૌથી વધું ફંડ આપે છે અને પાકિસ્તાન, ચીન પાસેથી લોન લે છે અને ઈચ્છે છે કે તેનો મુદ્દો હંમેશા સળગતો રહે. પંકજે વધુમાં કહ્યું તે, આની પાછળ મને ચીનનો હાથ લાગી રહ્યો છે.પ્રવાસી સમૂહ રીચ ઈન્ડિયાની સોશિયલ મીડિયા અધ્યક્ષ નંદિની સિંહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે, ભારતીય વિસ્તારનો નકશો એ દેખાડે છે કે આ ચીનની મિલીભગત છે. નંદિની સિંહે કહ્યું કે, ભારતનો આભાર માનવાની જગ્યાએ, જાણી જોઈને ભારતને દુઃખ પહોંચાડવાના કામ થઈ રહ્યાં છે. કોવિડ-19 દરમિયાન ભારતે સંગઠનની કેટલી મદદ કરી અને સામે સંગઠને આવું કર્યું છે.

Download Our B K News Today App



Related News