WHOએ 13 દેશો- આઇલેન્ડને કોરોના મુક્ત જાહેર કર્યા; પાકિસ્તાન- અમેરિકા સહિત 131 દેશોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 12:42:45
  • Views : 448
  • Modified Date : 2021-01-19 12:42:45

    દુનિયાના ઘણાં દેશોમાં કોરોનાને અટકાવવા માટે વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પોતાના સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યુ છે કે દુનિયાના 13 દેશ હવે કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. જો કે, અહીં હજી પણ સાવચેતી રાખવાની જરૂર છે. ચિંતાની બાબત તે છે કે વિશ્વના 131 દેશોમાં સંક્રમણનું કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. તેમાં અમેરિકા, પાકિસ્તાન, બ્રાઝિલ, યુકે, ફ્રાન્સ જેવા મોટા દેશો સામેલ છે. ભારત હજી ક્લસ્ટર્સ ઓફ કેસની કેટેગરીમાં છે. તેનો અર્થ એ કે અહીં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી.


    દુનિયાના અનેક દેશોમાં વેક્સિનેશન ડ્રાઈવ ભલે શરૂ થઈ ચૂક્યું હોય પરંતુ, કોરોનાનો ખતરો હજી ટળ્યો નથીમ જે આંકડાઓ આ તરફ ઇશારો કરી રહ્યા છે. જાન્યુઆરીના આ 18 દિવસમાં સૌથી વધુ કોરોના દર્દીઓ જોવા મળ્યા છે અને સૌથી વધુ મૃત્યુ પણ થયા છે. 8 જાન્યુઆરીએ વિશ્વમાં સૌથી વધુ 8 લાખથી વધુ દર્દીઓ મળી આવ્યા હતા. તેના પહેલા એક જ દિવસમાં આટલા વધુ દર્દીઓ ક્યારેય નોંધાયા નથી. આ જ રીતે 13 જાન્યુઆરીએ સૌથી વધુ 16 હજાર 537 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

    દુનિયામાં અત્યાર સુધીમાં 9 કરોડ 60 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહતની વાત તે છે કે તેમાંથી 6 કરોડ 86 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 20 લાખ 49 હજારને પાર થઈ ગઈ છે. અહીં 2.53 કરોડ દર્દીઓ હજી સારવાર લઈ રહ્યા છે. તેમાંથી 1.12 લાખ દર્દીઓની હાલત ગંભીર છે. આ આંકડા Worldometers.info પરથી લેવામાં આવ્યા છે.

    UKમાં વધતાં કોરોનાના કેસને જોતાં સરકારે 3 મહીના સુધી ફરીથી સ્કૂલોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે એપ્રિલ પછી પરિસ્થિતી સામાન્ય થયા બાદ જ સ્કૂલો ખૂલી શકે છે.USAમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે અહીંયા 1.42 લાખથી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા. 1422 દર્દીઓના મૃત્યુ થયા હતા. અત્યાર સુધીમાં 2 કરોડ 46 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 1 કરોડ 45 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 96 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

24,626,376

408,620

14,551,685

ભારત

1,05,82,647

1,52,593

1,02,27,852

બ્રાઝિલ

8,512,238

210,328

7,452,047

રશિયા

3,591,066

66,037

2,978,764

યૂકે

3,433,494

89,860

1,546,575

ફ્રાન્સ

2,894,347

70,142

208,071

તુર્કી

2,387,101

23,997

2,262,864

ઈટલી

2,368,733

81,800

1,729,216

સ્પેન

2,252,164

53,314

ઉપલબ્ધ નહીં

જર્મની

2,041,935

47,227

1,672,000

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

Download Our B K News Today App



Related News