લાસવેગાસમાં શરૂ થનાર હાયપરલૂપ શું છે? ભારતમાં તેની સંભાવનાઓ કેવી છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 12:50:36
  • Views : 410
  • Modified Date : 2021-01-02 12:50:36

    સવારે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ અને દોઢ કલાક બાદ જ મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા ફરવાની કલ્પના ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે. વર્જિન હાયપરલૂપે અમેરિકાના લાસવેગાસમાં ખૂબ ઝડપી પરિવહન તંત્રમાં વ્યક્તિને સુરક્ષિત લઈ જવાનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ બુલેટ ટ્રેનથી ચાર ગણું અને બોઈંગ-747 પ્લેનથી પણ બે ગણું વધુ ઝડપી છે.હાયપરલૂપના પરીક્ષણ દરમિયાન લાસ વેગાસના રણમાં બનાવાયેલા 500 મીટર લાંબી વેક્યુમ ટ્યુબ ટેસ્ટમાં બે એક્ઝિક્યુટિવ અધિકારીઓએ 500 મીટરનું અંતર માત્ર 15 સેકન્ડમાં પુરું કર્યું.


    હાયપરલૂપ ટેકનોલોજીમાં એક પોડ હોય છે જે એક ટ્યુબમાં સફર કરે છે અથવા તો કહો કે તરે છે. વાસ્તવમાં, ટ્રેન, વાહન કે પછી હવામાં ઉડતા વિમાનને પણ સફર દરમિયાન ઘર્ષણનો સામનો કરવો પડે છે. જ્યારે હાયપરલૂપ માટેની ખાસ ટ્યુબમાં વેક્યુમ હોય છે એટલે કે હવા પણ હોતી નથી. આથી કોઈપણ પ્રકારના ઘર્ષણ વિના તેમાં રહેલું પોડ અત્યંત ઝડપથી સફર કરી શકે છે.હાયપરલૂપ કે જેનું પરીક્ષણ લાસવેગાસમાં કરાયું તે પ્રતિ કલાક 1000 કિમીથી વધુની ઝડપે સફર કરી શકે છે. જો કે હજુ આ ટેકનોલોજી પ્રાથમિક સ્તરે છે પરંતુ તેનાથી ભવિષ્યની અનેક આશાઓ જાગી છે.

    વર્જિન હાયપરલૂપમાં પાવર ઈલેક્ટ્રોનિક્સ સ્પેશિયાલિસ્ટ તનય માંજરેકરના અનુસાર ભારતમાં હાયપરલૂપ એક સોનેરી તક બની રહેશે. તનય માંજરેકર આ હાયપરલૂપમાં સફર કરનારા પ્રથમ ભારતીય પણ છે.લાસ વેગાસમાં હાયપરલૂપ માટે 1200 મીટરની ટનલ બનાવાઈ છે. અહીં ત્રણ મહિનાના વિલંબ બાદ હવે જાન્યુઆરીમાં હાયપરલૂપની સફર કરવાની તક લોકોને મળશે. 1000 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકતા હાયપરલૂપ પોડને હાલમાં તો 240 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે.





Download Our B K News Today App



Related News