7 વીજકંપનીના કર્મીઓને 30 લાખનું પર્સનલ એક્સિડન્ટ વીમા કવચ મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:27:19
  • Views : 1116
  • Modified Date : 2019-10-04 13:27:19

  • વીમા સહાય માટે જીયુવીએનએલ અને એસબીઆઇ બેન્ક વચ્ચે એમઓયુ થયા
  • દરરોજ 15થી 20 કર્મીનું મોત થાય છે, 60 હજાર કર્મચારીઓને લાભ મળશે

Divyabhaskar.Com

Oct 04, 2019, 04:55 AM IST

વડોદરા: જીયુવીએનએલ સહિતની સાત વીજકંપનીઓના કર્મચારીઓના ચાલુ ફરજે અકસ્માતમાં મોત થાય તો તેવા કિસ્સામાં તેમના પરિવારને રૂા.30 લાખની વીમાસહાય મળે તે માટે જીયુવીએનએલ અને એસબીઆઇ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલનું પણ ધ્યાન દોર્યુ
રાજયમાં એમજીવીસીએલ સહિતની સાત વીજકંપનીઓમાં ચાલુ ફરજે અકસ્માત થવાથી,કરંટ લાગવાથી દર વર્ષે સરેરાશ 15 થી 20 કર્મચારીઓના મૃત્યુ થાય છે. આ કર્મચારીઓને જીયુવીએનએલ તરફથી મળવાપાત્ર નાણાંકિય લાભો આપવામાં આવે છે. જેથી, ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે તાજેતરમાં આવા કર્મચારીઓ માટે પર્સનલ એકસીડન્ટ વીમા કવચ હોવુ જોઇએ તેવી જીયુવીએનએલમાં રજૂઆત કરી હતી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલનું પણ ધ્યાન દોર્યુ હતું. એટલુ જ નહીં, યુનિયનના સેક્રેટરી જનરલ રાજેન્દ્ર ખત્રીએ વીજકંપનીના કર્મચારીઓના સેલરી એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોલવામાં આવે તો ખાતા ધારક કર્મચારીને રૂા.30 લાખની રકમનું વીમાકવચ મળી શકે છે તો સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે જીયુવીએનએલ દ્વારા કરાર કરવો જોઇએ તેવુ પણ સૂચન કર્યુ હતુ.
કર્મચારીઓના સેલરી એકાઉન્ટ એસબીઆઇમાં ખોલવા પડશે
જેના પર ઉર્જા મંત્રાલયે વિચારણા કરીને તેને અમલમાં મૂકવાનુ નક્કી કર્યુ છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ પણ કર્યુ છે. જેનો લાભ 60 હજારથી વધુ કર્મચારીઓને મળશે તેવી માહિતી આપતા જીવીટીકેએમના સેક્રેટરી જનરલ રાજેન્દ્ર ખત્રીએ જણાવ્યું હતું કે, આ કરાર થવાથી વીજકંપનીના 60 હજારથી વધુ કર્મચારીઓને રૂા.30 લાખનુ વીમા કવચ મળશે અને તેના માટે કર્મચારીઓના સેલરી એકાઉન્ટ એસબીઆઇમાં ખોલવા પડશે.

Download Our B K News Today App



Related News