'નુક્કડ' ફેમ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ એક્ટર સમીર ખખ્ખરનું નિધન, બોલિવુડમાં પણ કરી ચૂક્યાં છે એક્ટિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 12:20:17
  • Views : 491
  • Modified Date : 2023-03-15 12:20:17

બોલિવુડમાંથી વધુ એક દુખદ ખબર આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજી દુખભરી ખબર છે. ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતમાં ગુજરાતી રંગભૂમિના કલાકાર 70 વર્ષીય સમીર ખખ્ખરનું શ્વાસ સંબંધી બિમારીથી અવસાન થયું છે. અભિનેતા સમીર ખખ્ખરે મુંબઈ બોરીવલીમાં તેમના નિવાસસ્થાને રાત્રે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સમીર ખખ્ખરના પિતરાઈ ભાઈ ગણેશે આ વાતને પુષ્ટિ કરી.ગણેશે કહ્યું કે સમીર છેલ્લા ઘણા સમયથી શ્વસન અને અન્ય તબીબી સમસ્યાઓથી પીડિત હતા અને ગઈકાલે બપોરે તેમને શ્વસન સંબંધી સમસ્યા વધતા બોરીવલીની MM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર બોરીવલીના બાભાઈ નાકા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખર 90 ના દાયકામાં આવેલ ટી.વી. સીરીયલ નુક્કડમાં ખોપડીપાત્રથી વધુ લોકપ્રિય બન્યા હતા. 9 ઓગસ્ટ 1952માં જન્મેલ સમીર ખખ્ખરે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત 1980 ના દાયકામાં કરી હતી. તેમણે ટી.વી. સીરીયલ ઉપરાંત ફિલ્મોમાં અને વિજ્ઞાપનમાં પણ કામ કર્યું છે. સમીર ખખ્ખરે નુક્કડ ટી.વી. સીરીયલ સિવાય મનોરંજન (1987), સર્કસ (1989) અદાલત (2013) અને બંદિની સહિત અનેક સીરિયલમાં અભિનય કર્યો છે. 1989 માં દૂરદર્શન પર પ્રસારિત થયેલ સર્કસ સીરિયલ બોલીવુડના બાદશાહ શાહરૂખખાનની પ્રથમ સીરિયલ હતી. શાહરૂખખાને આ જ સીરિયલથી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.બોલીવુડમાં ભાગ્યે જ આવી ફિલ્મ બની હોય તેવી ફિલ્મ પુષ્પકમાં પણ તેમના અભિનયની નોંધ લેવાઈ હતી. પુષ્પક ફિલ્મ 1987માં રિલીઝ થઈ હતી અને તેની વિશેષતા એ હતી કે આ ફિલ્મમાં કોઈ ડાયલોગ્સ કે સંવાદ નહોતા. સમગ્ર ફિલ્મમાં ફક્ત કલાકારોના મૂક અભિનય દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સમીરે કમલહસન, રામ્યા કૃષ્ણન, અમલા અક્કિનેની, ફરીદા જલાલ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ હતું. આ ઉપરાંત તેમણે શહેનશાહ (1988), પરિંદા (1989), અવ્વલ નંબર (1990), બારિશ (1991), દિલવાલે (1994), ઇના મીના ડિકા (1994), રાજા બાબૂ (1994) અને જય હો (2014) જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે.ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશપુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવીના ટંડન, અજય દેવગણ જેવા બોલીવુડના પ્રસિદ્ધ કલાકારો સાથે કામ કર્યું છે.

Download Our B K News Today App



Related News