વંદે ભારત એક્સપ્રેસ: ભાજપ જ નહીં, આ વિપક્ષી સાંસદો પણ પોતાના રૂટ પર આ ટ્રેનની ઉઠી માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 16:17:10
  • Views : 469
  • Modified Date : 2023-02-22 16:17:10

વંદે ભારત એક્સપ્રેસ 10 રૂટ પર ચાલી રહી છે, ત્યારે 60 સાંસદોએ રેલવેને પોતાના મતવિસ્તારોને અત્યાધુનિક ટ્રેન સેવા સાથે જોડવા માટે અરજીઓ કરી છે. આ સાંસદોમાં બિન એનડીએ રાજકીય પક્ષોના 14 સાંસદોનો સમાવેશ થાય છે. મોટાભાગની અરજીઓ ભાજપના સાંસદોએ કરી છે, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પણ સમાવેશ થાય છે. ફડણવીસે આવી જ એક ટ્રેન સોલાપુર અને મુંબઈ વચ્ચે ચલાવવા વિનંતી કરી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ધારવાડથી બેંગલુરૂં સુધી તેનું સંચાલન કરવાની વિનંતી કરી છે અને નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ ગ્વાલિયરથી તેનું સંચાલન કરવાની વિનંતી કરી છે.
હાલમાં જે ૧૦ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે તેમાંથી બિલાસપુર-નાગપુર વંદે ભારત એક્સપ્રેસ ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી સુધીમાં લઘુતમ ઓક્યુપન્સી (૫૫ ટકા) ધરાવે છે, જ્યારે મુંબઈ-ગાંધીનગર રૂટ પર મહત્તમ રાઇડરશીપ (૧૨૬ ટકા) છે, એમ આંકડામાં જણાવાયું છે. વિરોધ પક્ષોમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી), ડીએમકે, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, જેડી(યુ)ના એક-એક સાંસદે પોતપોતાના મતવિસ્તાર માટે આ પ્રકારની ટ્રેનની માગણી કરી છે, જ્યારે કોંગ્રેસના ત્રણ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-માર્ક્સિસ્ટના એક અને વાયએસઆર કોંગ્રેસના એક સાંસદે પણ આ પ્રકારની માગણી કરી છે. અન્ય પક્ષોમાં અપના દળ અને શિવસેનાના એક-એક સાંસદે પણ પોતપોતાના વિસ્તારો માટે આ ટ્રેનની માગણી કરી છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડે છે. આ ટ્રેનમાં સીસી ટીવી ઉપરાંત ઓટોમેટિક પ્લગ ડોર, ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર, એક્ઝિક્યુટિવ ક્લાસમાં રિવોલ્વિંગ સીટ જેવા ઘણા સેફ્ટી ફીચર્સ છે. ટ્રેનને 160 કિમી/કલાકની ઝડપે પહોંચવામાં માત્ર 129 સેકન્ડનો સમય લાગે છે. દેશમાં આવી કુલ દસ ટ્રેનો સેવામાં છે. જેમાંથી ચાર એક જ રાજ્ય (મહારાષ્ટ્ર)માં કાર્યરત છે. દિલ્હી-વારાણસી વંદે ભારત દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન હતી, જેને ફેબ્રુઆરી 2019માં લીલી ઝંડી આપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News