સહયોગીના રાજીનામાથી ટ્રમ્પ પર દબાણ વધ્યું, નવા વીડિયોમાં કહ્યું- હિંસા ખોટી વાત છે, 20 જાન્યુઆરીએ સત્તા છોડી દઈશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-08 11:34:12
  • Views : 328
  • Modified Date : 2021-01-08 11:34:12

    અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારે હિંસા પછી એક અલગ પ્રકારની શાંતિ જોવા મળી છે. કેપિટલ હિલ જેને સામાન્ય ભાષામાં સંસદ ભવન પરિસર કહેવામાં આવે છે ત્યાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હિંસાના જવાબદાર માનવામાં આવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીઓ તેમનો સાથ છોડી રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે. ટ્રમ્પના કાર્યકાળને 12 દિવસ બાકી છે પરંતુ હવે લોકોની માંગણી છે કે, તેમને આ સમય પણ પૂરો ન કરવા દેવો જોઈએ. દરેક સોશિયલ મીડિયા પર બ્લોક કરવામાં આવેલા ટ્રમ્પે એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેમણે પહેલીવાર હિંસાની નિંદા કરી છે અને ફરી કહ્યું છે કે, તેઓ 20 જાન્યુઆરીએ સત્તાનું હસ્તાંતરણ કરી દેશે.

    અમેરિકન બંધારણ પ્રમાણે, રાષ્ટ્રપતિ પોતાની ભૂલ જાતે જ માફ કરી શકે છે. ગુરુવારની ઘટના માટે દોષિત જાહેર થવામાંથી બચવા માટે ટ્રમ્પ પોતાની જાતને માફ કરવાનો ઓર્ડર જાહેર કરી શકે છે. અમેરિકામાં તેને self-pardon power એટલે કે પોતાને માફ કરવાની તાકાત કહેવામાં આવે છે. તેનો ફાયદો એ થશે કે ટ્રમ્પ પર ભવિષ્યમાં હિંસા ભડકાવવાનો કેસ ચલાવી શકાય નહીં.
CNNના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે આ વિશે પોતાના વકીલો અને વ્હાઈટ હાઉસ કાઉન્સિલ પૈટ સિલ્ફોન સાથે લાંબી વાતચીત કરી લીધી છે. એક-બે દિવસમાં તે વિશે જાહેરાત થઈ શકે છે.

    ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે , વાઈસ પ્રેસિડન્ટ માઈક પેંસ નથી ઈચ્છતા કે ટ્રમ્પની વિરુદ્ધમાં બંધારણની કલમ 25નો ઉપયોગ કરવામાં આવે અને તેમને તેમના પદ પરથી ખસેડવામાં આવે. આ સ્થિતિમાં બાકી વધેલા 12 દિવસ પેંસે જ રાષ્ટ્રપતિ પદ સંભાળવું પડશે. આ કલમ પ્રમાણે રાષ્ટ્રપતિની કેબિનેટ જ તેમને આ પદ પરથી હટાવી શકે છે. પરંતુ તે માટે ચોક્કસ પુરાવા જોઈએ, એટલે કે રાષ્ટ્રપતિ બહુ જ બીમાર હોય અથવા અચાનક તેમનું નિધન થઈ જાય.


Download Our B K News Today App



Related News