કસ્ટમરને આકર્ષવા માટે કોલમ્બિયાની એક રેસ્ટોરાનો યુનિક આઈડિયા, 24 કેરેટ ગોલ્ડ બર્ગર બનાવીને ભારે ભીડ એકઠી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 13:02:16
  • Views : 366
  • Modified Date : 2020-12-30 13:02:16

    બર્ગર એર એવી ડિશ છે જેને મોંઘા રેસ્ટોરામાં શોખથી ખાવામાં આવે છે, જે ફૂડ સ્ટોલ પર પણ ઘણી વેચાય છે. તેને પેટીસ, ચીઝ, શાકભાજી અને ટેંગી સોસ નાખીને મજેદાર બનાવવામાં આવે છે. કોલમ્બિયાની એક રેસ્ટોરામાં આવા બર્ગર ખાનારાઓ માટે 24 કેરેટ ગોલ્ડ બર્ગર બનાવવામાં આવ્યું છે. આ બર્ગરનું નામ ઓરો મેકકૉય રાખવામાં આવ્યું છે. તેમણે તેના વેચાણની શરૂઆત 27 નવેમ્બરથી કરી હતી.

    આ બર્ગરને બનાવવામાં ડબલ મીટ અને ડબલ ચીઝની સાથે 24 કેરેટ ગોલ્ડ નાખવામાં આવે છે. આ ક્રિએશન કસ્ટમરને પસંદ આવી રહ્યું છે. ઘણા લોકો રેસ્ટોરામાં ખાસ કરીને આ બર્ગરને જોવા માટે આવી રહ્યા છે. અહીં એકઠી થયેલી ભારે ભીડ એ પણ પૂછી રહી છે કે શું તે ખરેખર સોનાથી બનેલું છે. સોશિયલ મીડિયા પર બર્ગરનો ફોટો જોઈને લોકો તેની કિંમત પૂછી રહ્યા છે. આ બર્ગરની કિંમત 4191 છે. રેસ્ટોરાના શેફ મારિયા પાઉલના અનુસાર, આ બર્ગરને પહેલા પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સોનાની પરત ચઢાવવામાં આવે છે.


Download Our B K News Today App



Related News