UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે પણ વેનસીન મુકાવી; બ્રિટનમાં નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ સફળ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 13:30:49
  • Views : 356
  • Modified Date : 2021-01-29 13:30:49

    દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10.20 કરોડથી વધુ પહોંચી છે. 7 કરોડ 38 લાખથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 21 લાખ 99 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. વિશ્વમાં પ્રથમ વેક્સિનેશનને મંજૂરી આપનાર બ્રિટનથી એક સારા સમાચાર આવી રહ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જણાવ્યું હતું કે દેશમાં નોવાવેક્સ વેક્સિનની ટ્રાયલ પણ સફળ રહી છે. બીજી તરફ, ફ્રાન્સની સરકાર વેક્સિનની અછત થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ વેક્સિનેશન કરાવ્યું છે.

    UN જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે ન્યૂયોર્કમાં વેક્સિનેશન કરાવ્યુ હતું. UN ચીફ બ્રાન્ક્સના વેક્સિન સેન્ટર પહોંચીને ત્યાં મીડિયાની સામે વેક્સિન મુકાવી હતી. બાદમાં તેમણે કહ્યું કે, હું ભાગ્યશાળી છું અને તે લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મને વેક્સિનેશન કરાવ્યું. આ મહામારીમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સુરક્ષિત નથી, જ્યાં સુધી આપણે બધા જ મહામારી સામે રક્ષણ નહીં મેળવીએ. જો આપણે વેક્સિનેશનને પ્રાધાન્ય આપીએ અને જો આપણે તેને ગંભીરતાથી લઈશું, તો આ મહામારીને ખૂબ જલદીથી અટકાવી શકીશું.

    બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ગુરુવારે રાત્રે કહ્યું કે નોવાવાક્સ વેક્સિનના તમામ પરીક્ષણો દેશમાં સફળ રહ્યા છે. જોનસને કહ્યું- મારી પાસે એક સારા સમાચાર છે. અહીં નોવાવાક્સ વેક્સિનની ટ્રાયલ ચાલી રહ્યા હતા,તે ટ્રાયલ એકદમ સફળ સાબિત થયા છે. આ ટ્રાયલમાં જેમણે ભાગ લીધો તે બધાનો આભાર. આપણાં નિયમનકાર હવે વેક્સિનને મંજૂરી આપી શકે છે. જો તેને મંજૂરી મળી જશે તો આપણે 6 કરોડ વેક્સિનના ઓર્ડર આપીશું. આરોગ્ય પ્રધાન મેટ હનૂકે આને મોટી જીત ગણાવી. આ વેક્સિનના ટ્રાયલ દરમિયાન 89.3% અસરકારક હોવાનું જણાયું છે. આ પરિણામો ગુરુવારે જ જાહેર કરવામાં આવ્યા છે.


    સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે, આગામી સમયમાં વૈશ્વિક વેક્સિનેશનમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે. ગુરુવારે મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું - વૈશ્વિક વેક્સિનેશન કાર્યક્રમ અને ઉત્પાદનમાં ભારત આપણા માટે કિંમતી છે. ભારતમાં ઉચ્ચ-ઉત્પાદન ક્ષમતા છે અને અમે ભારતના વેક્સિન ઉત્પાદક એકમો સાથે સતત સંપર્કમાં છીએ. અમને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભારત વેક્સિન સપ્લાય અને તેના ઉત્પાદનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની મદદથી આપણે ગ્લોબલ વેક્સિનેશન કાર્યક્ર્મ પૂરો કરી શકીશું.

    અમેરિકાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, આગામી દિવસોમાં કોલેજો અને યુનિવર્સિટીઓમાં સંક્રમણનું જોખમ વધી શકે છે. ગુરુવારે જાહેર થયેલ હેલ્થ બુલેટિનમાં આ સ્થાનોને ઉચ્ચ જોખમ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. નર્સિંગ હોમ્સ અને જેલોમાં જોખમ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ એક અભ્યાસના આધારે અમૂનામ કરવામાં આવી રહ્યું છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ઉપરાંત, વિસ્કોન્સિનના સંશોધનકારોએ આમાં ભાગ લીધો છે.

    ફ્રાન્સ સરકારે માણ્યું છે કે દેશના વેક્સિન પ્રોગ્રામને રી-શિડ્યુલ કરવાની પરિસ્થિતી સર્જાઈ શકે છે, કારણ કે તેની અછત પડી શકે છે. દેશના આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં આ જાણકારી આપી હતી. જાણકારી મુજબ, ફ્રાન્સ સરકારને મોર્ડર્ના વેક્સિનના જેટલા ડોઝ જોઈતા હતા, તેનો સપ્લાય 25% ઓછો થયો છે, અને આ જ કારણે વેક્સિનેશન કાર્યક્રમ પર અસર પડી રહ્યો છે. જો કે, ફાઇઝરની લગભગ 2 લાખ વેક્સિન સરકાર પાસે પહોંચી ચૂકી છે, પરંતુ તે જરૂરિયાતના હિસાબે ખૂબ જ ઓછી છે. એકલા પેરિસમાં જ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ માટે 20 હજાર રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.

    ભારત દ્વારા ઘણા દેશોમાં વેક્સિન સપ્લાય કર્યા પછી, ચીને પણ આ માર્ગ પર ચાલવાની શરૂઆત કરી છે. તે શ્રીલંકાને 3 લાખ ડોઝ ડોનેટ કરશે. ગુરુવારે ભારતે શ્રીલંકામાં 5 લાખ વેક્સિનના ડોઝ અને બહરીનને એક લાખ ડોઝ મોકલ્યા છે.


Download Our B K News Today App



Related News