લુહાન્સ્ક ખાતેની પરવોમાયસ્ક હોસ્પિટલમાં યુક્રેન સૈન્યનો તોપમારોઃ છનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-03 13:48:26
  • Views : 441
  • Modified Date : 2023-01-03 13:48:26

યુક્રેનના લુહાન્સ્ક ક્ષેત્રના પરવોમાયસ્ક શહેરની એક હોસ્પિટલમાં યુક્રેનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા તોપમારામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ માહિતી હોસ્પિટલના ડેપ્યુટી ચીફ ડોક્ટર તત્યાના કોવાલેવાએ આપી હતી.
તેમણે કહ્યું, મૃત્યુઆંક ઓછામાં ઓછા છ લોકોનો છે, અમે હવે કાટમાળ સાફ કરી રહ્યા છીએ, તેથી આ સંખ્યામાં વધારો થઈ શકે છે. મૃતકોમાં હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે.
શનિવારે, પર્વોમાયસ્કના મેયર સર્ગેઇ કોલ્યાગિને જણાવ્યું હતું કે આ તોપમારામાં હોસ્પિટલના ઓછામાં ઓછા બે કર્મચારીઓ ઘાયલ થયા છે. યુક્રેનિયન સૈનિકોએ હોસ્પિટલ પર તોપમારો કરવા માટે અમેરિકા દ્વારા પૂરા પાડવામાં આવેલા રોકેટનો ઉપયોગ કર્યો હતો

Download Our B K News Today App



Related News