કોરોનાનો નાશ કરવા 34 વર્ષીય લ્યુક વિલિયમસને 5 લીટર પાણી પીધું, શરીરમાં પાણી વધી જતા મગજમાં સોજા આવી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 13:03:40
  • Views : 441
  • Modified Date : 2021-01-01 13:03:40

    જરુર કરતાં વધારે પાણી પીવું પણ જોખમી છે. તેનો એક કેસ બ્રિટનમાં આવ્યો છે. 34 વર્ષીય લ્યુક વિલિયમસન કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ડૉક્ટરે તેને રોજ 2 લીટર પાણી પીવાની સલાહ આપી હતી, પણ લ્યુકનું માનવું હતું કે વધારે પાણી પીવાથી કોરોનાની અસર ઓછી થઈ જશે આથી તેણે 2ની જગ્યાએ 5 લીટર પાણી પીવાનું શરુ કર્યું. શરીરમાં પાણીનું પ્રમાણ વધતા સોડિયમનું સ્તર નીચે જવા લાગ્યું અને તે ખતરનાક લેવલ પર પહોંચી ગયું.

    શરીરમાં વધારે પાણી હોવાને લીધે લ્યુકને ઊલટી અને થાક વધારે લાગ્યો. એક દિવસ તે અચાનક બેહોશ થઈ ગયો. તાત્કાલિક હોસ્પિટલ લઇ જઈને તેને વેન્ટિલેટર પર રાખવો પડ્યો હતો.પત્ની લૌરાએ કહ્યું, લ્યુકને એક અઠવાડિયાંથી નબળાઈ હતી. કોરોનાનાં લક્ષણ દેખાતા ડૉક્ટરે તેને 2 લીટર પાણી પીવાની સલાહ આપી હતી પરંતુ લ્યુકે રોજ 5 લીટર પાણી પીવાનું શરુ કર્યું. વધારે પાણી પીવાથી બોડીમાં મિનરલનું લેવલ ખરાબ થયું. જે દિવસે લ્યુક બાથરૂમમાં બેહોશ થઈ ગયો હતો તે દિવસે સારું હતું હું તેની પાસે જ હતી. તરત ડૉક્ટર બોલાવ્યા અને હોસ્પિટલ લઇ ગયા. ડૉક્ટરે કહ્યું, શરીરમાં પાણી વધારે હોવાને લીધે મગજમાં સોજા આવી ગયા હતા. 3 દિવસ વેન્ટિલેટર પર રાખ્યો હતો.

    એક્સપર્ટ કહે છે કે, એક દિવસમાં 2.7થી 3.7 લીટર પાણી પી શકાય છે. પાણીની માત્રા સીઝન, ભોજન, તાપમાન, હેલ્થ કન્ડીશન અને તમારી એક્ટિવિટી પર નિર્ભર કરે છે. રોજ 5 લીટર પાણી પીવાથી કિડની પર લોડ વધી જાય છે. કિડનીને શરીરમાંથી વધારાનું પાણી કાઢવા માટે વધારે મહેનત કરવી પડે છે.


Download Our B K News Today App



Related News