પાકિસ્તાનના 2 પાયલટ્સનો દાવો- આકાશમાં ઉડતી રકાબી જોઈ; તેનો વિડિયો પણ બનાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-28 12:59:40
  • Views : 427
  • Modified Date : 2021-01-28 12:59:40

    શનિવારે PIAની ફ્લાઈટ નંબર PK-304 કરાચીથી લાહોર જઈ રહી હતી. જેમાં બે પાયલટ્સ હતા. સાંજે લગભગ ચાર વાગ્યે અચાનક તેમણે આકાશમાં એક ભારે સફેદ રોશનીનો ગોળો જોયો.જે ઝડપથી જગ્યા બદલી રહ્યો હતો. ‘જિયો ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે, પાયલટ્સની નજર તેની પર ગઈ. થોડીકવાર પછી તેમણે તેનો વિડિયો બનાવવાનો શરૂ કર્યો.પછી તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ કથિત ઉડતી રકાબી રહીમ યાર ખાન વિસ્તારમાં જોવા મળી.વિડિયો બનાવનાર પાયલટનું નામ સામે આવ્યું નથી. તેમણે કહ્યું કે, એ વખતે સુરજનો પ્રકાશ વધુ હતો. તેમ છતા UFO ચમકી રહી હતી. સામાન્ય રીતે દિવસમાં આટલું ન ચમકી શકે. બની શકે છે કે આ કોઈ સ્પેશ સ્ટેશન અથવા આર્ટિફિશિયલ પ્લેનેટ હોય. આ વિસ્તારના અમુક લોકોએ પણ આ UFO જોઈ હોવાનો દાવો કર્યો છે.

    આકાશમાં ઉડતી ગોળ આકારની અજાણી વસ્તુઓને સામાન્ય રીતે ઉડતી રકાબી અથવા UFO કહેવાય છે. ઘણા દાયકાથી આ બધા વિશે દાવા કરાતા રહ્યાં છે. વૈજ્ઞાનિક પણ તેની હાજરી અંગે એકમત નથી. ઘણા લોકો તો એવો પણ દાવો કરે છે કે આ UFO અન્ય અથવા એ ગ્રહોથી આવે છે જ્યાં કોઈ રૂપમાં માણસ અથવા એલિયન્સની હાજરી છે. પુરતા પુરાવા ક્યારેય સામે આવ્યા નથી. ‘હિસ્ટ્રી ચેનલ’ના જણાવ્યા પ્રમાણે, અમેરિકન સરકારે 1947થી 1969ના વચ્ચે પ્રોજેક્ટ બ્લૂ બુક હેઠળ તેની તપાસ પણ કરાવી હતી. જો કે, તેનો રિપોર્ટ ક્યારેય જાહેર નહોતો કરાયો.

    એરિયા 51 કનેક્શન અમેરિકાના નેવાદા રાજ્યમાં એક સુરક્ષિત અને એટલી જ ગુપ્ત લોકેશન છે.જેને એરિયા-51 કહેવાય છે. તેને US એરફોર્સનું સ્ટેશન પણ કહેવાય છે. પણ અમુક લોકો અને અહીં સુધી કે અમેરિકન દાવો કરે છે કે આ જગ્યાએ ઉડતી રકાબી અને એલિયન્સ સાથે જોડાયેલા ઘણા રહસ્યો હાજર છે. એપ્રિલ 2020માં અમેરિકન રક્ષા વિભાગ પેન્ટાગને દાવો કર્યો હતો કે તેને બે UFO સ્પોટ કર્યા છે.એરલાઈન્સ કંપનીએ કહ્યું કે, અમે ચોક્કસ ન કહી શકીએ કે આ UFO હતી. કંઈ બીજું પણ હોઈ શકે. પાયલટ્સે તાત્કાલિક તેની જાણ કંટ્રોલ રૂમને કરી હતી.

Download Our B K News Today App



Related News