કર્ણાટકની બે મહિલા ઓફિસરોને સરકારે સજા આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-22 16:32:04
  • Views : 465
  • Modified Date : 2023-02-22 16:32:04

પ્રાઈવેટ તસવીરો શેર કરવાની વાતે સામાન્ય માણસની જેમ લડનાર કર્ણાટક પ્રશાસનિક સેવાની બે મહિલાઓને સરકારે સજા આપી છે. કર્ણાટક સરકારે IPS ડી રુપા મૌદગિલ અને IAS રોહિણી સિંધુરીને પોસ્ટિંગ વગર ટ્રાન્સફર કરવાનો આદેશ આપી દીધો છે. 

આઇપીએસ અધિકારી ડી રૂપા અને આઇએએસ રોહિણી સિંધુરી વચ્ચે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત ફોટા શેર કરવાને લઈને ઝઘડો થયો હતો. રવિવારે ડી રૂપાએ ફેસબુક પર રોહિણી સિંધુરીની ખાનગી તસવીરો શેર કર્યા બાદ બંને અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો અને જાહેરમાં તેઓ એકબીજા સાથે બાખડી પડ્યાં હતા. ડી રૂપાએ દાવો કર્યો હતો કે રોહિણી સિંધુરીએ પુરુષ આઈએએસ અધિકારીઓને તેમના ફોટોગ્રાફ્સ મોકલીને સેવા વર્તણૂકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ડી રૂપાએ આરોપ લગાવ્યો કે સિંધુરીએ 2021 અને 2022માં ત્રણ અધિકારીઓ સાથે તેની તસવીરો શેર કરી હતી. ડી રૂપાએ સિંધુરી સામે ભ્રષ્ટાચારના આરોપોની લાંબી યાદી જારી કરી હતી. ડી રૂપાએ દાવો કર્યો હતો કે તેમણે કર્ણાટકના મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્મઇ અને મુખ્ય સચિવ વંદિતા શર્માને પણ ફરિયાદ કરી હતી.

સિંધુરીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે, જવાબદાર હોદ્દા પર બેઠેલી રૂપા અંગત દ્વેષભાવના કારણે તેની સામે આવી ટીપ્પણીઓ કરી રહી છે અને જાણે તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હોય તેમ વર્તન કરી રહી છે. રૂપા તેની સામે ખોટી, અંગત નિંદાત્મક ઝુંબેશ ચલાવતી હતી અને પગલાં લેવાની ધમકી આપતી હતી. રોહિણી સિંધુરીએ કહ્યું કે મને બદનામ કરવા માટે તેણે સોશિયલ મીડિયા અને મારા વોટ્સએપ સ્ટેટસના સ્ક્રીનશોટ પરથી તસવીરો લીધી હતી. તેણે આરોપ લગાવ્યો છે કે મેં આ તસવીરો કેટલાક અધિકારીઓને મોકલી છે, તેથી હું તેમને વિનંતી કરું છું કે તેઓ તેમના નામ જાહેર કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માનસિક બીમારી એક મોટી સમસ્યા છે. આ માટે દવા અને કાઉન્સેલિંગની જરૂર પડે છે. જ્યારે તે જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકોને અસર કરે છે, ત્યારે તે વધુ જોખમી બને છે.

Download Our B K News Today App



Related News