રાજકોટ-ગોંડલ હાઇવે પર ફુલ સ્પીડમાં જતી હેરિયર કાર ટ્રક સાથે જોરદાર ભટકાતાં બેના મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-30 16:33:50
  • Views : 420
  • Modified Date : 2022-12-30 16:33:50

રાજકોટ ગોંડલ હાઇવે પર અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જે અકસ્માતની ઘટનામાં કાફેના મેનેજર સહિત બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જે ઘટના ઘટી છે જેમાં ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ટાટા કંપનીની હેરિયર કાર એટલી પ્રચંડ રીતે ટ્રક સાથે અથડાઈ હતી કે કારમાં સામેલ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે, ત્યારે સંભવતઃ કારચાલક ઓવર સ્પીડમાં કાર હંકારી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે બાબતની પુષ્ટિ આડકતરી મૃત્યુ પામનાર યુવકના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી થઈ આવે છે.
મૃત્યુ પામનાર કાફેના મેનેજર હર્ષ ભરતભાઈ ભાલાળા નામની વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 170ની સ્પીડ પર કાર ચાલતી હોય તે પ્રકારનો વીડિયો અપલોડ કર્યો છે. જેના પરથી આડકતરી રીતે સ્પષ્ટ થાય છે કે યુવક પોતે ઓવર સ્પીડ ચલાવવાની ટેવ વાળો તેમજ ઓવર સ્પીડ કાર હંકારતી હોય તેમાં બેસવાની ટેવ વાળો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો પોતાના મૃત્યુ થાય તેના 12 કલાક પૂર્વે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર બે જેટલી સ્ટોરી પણ શેર કરી હોવાનું સામે આવ્યું છે. પ્રથમ સ્ટોરીમાં તેને ન્યૂ યર વિશેનો એક વીડિયો મુક્યો છે. જે વીડિયોમાં ન્યુ યર રૂલ્સ અંગેની વાત કરવામાં આવી રહી છે. જ્યારે કે બીજો વીડિયો દારૂ અંગેનો મુક્યો છે.

Download Our B K News Today App



Related News