2 જ કલાકમાં પાટીદાર સમાજનાં બે ભાઇઓના હાર્ટ એટેકથી મોત, એકાએક ચાલતા-ચાલતા ઢળી પડ્યા, પરિવારમાં માતમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-14 14:18:52
  • Views : 538
  • Modified Date : 2023-03-14 14:18:52

પાટણથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરમાં બે કલાકમાં બે સગા ભાઈઓના હાર્ટ એટેકથી મોત થયા છે. બે સગા ભાઈઓના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, તેઓ રસ્તા પર ચાલીને જઈ રહ્યા છે, ત્યારે તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ રોડ પર જ ઢળી પડે છે. હાર્ટ એટેક આવતા રસ્તા પર ઢળી પડ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણ શહેરની દ્વારકા હોમ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાડમાં શ્રીરામ ફર્ટીલાઇઝર નામની દુકાન ધરાવતા અરવિંદભાઈ પટેલ ગતરોજ નાગરિક શાખા બેંકમાં ચેક જમા કરાવવા માટે ગયા હતા. જ્યાંથી ચાલીને પરત ફરતી વખતે તેઓને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. સારવાર મળે તે પહેલા મોતઆ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેઓને તાત્કાલિક શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે તેઓને સારવાર મળે તે પહેલા જ અરવિંદભાઈનું મૃત્યુ થયું હતું. પરિવાર પર આભ ફાટી પડ્યું જે બાદ તેમના મૃતદેહને હોસ્પિટલથી ઘરે લવાયો હતો. આ દરમિયાન અરવિંદભાઈની સાથે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પટેલને ગભરાણ થતાં તેઓ પણ ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તો બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.ભાઇ ન જીરવી શક્યો ભાઇની જુદાઇ એક જ ઘરમાંથી બે સગા ભાઈઓની અર્થી ઉઠતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. તો આજુબાજુમાં રહેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બંને ભાઈઓની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી.

 

Download Our B K News Today App



Related News