પૂર્વ રાષ્ટ્રપતિ પર બીજી વખત મહાભિયોગની પ્રક્રિયા આજથી, 8 ફેબ્રુઆરીએ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે ટ્રમ્પ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:48:59
  • Views : 394
  • Modified Date : 2021-01-25 11:48:59

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ સીનેટમાં 8 ફેબ્રુઆરીથી મહાભિયોગ પર સુનાવણી થશે, જોકે પ્રક્રિયા વાસ્તવમાં આજે એટલે કે સોમવારથી શરૂ થઈ જશે. સંસદનું નીચલું સદન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ(HOR) મહાભિયોગની કોપી ઉચ્ચ સદન સીનેટને મોકલવામાં આવશે. તે પછી બંને સદન મહિયોગની તૈયારી શરૂ કરે છે.અમેરિકાના લોકતંત્રના 231 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે, જ્યારે કોઈ રાષ્ટ્રપતિએ બીજી વખત મહાભિયોગનો સામનો કરવો પડી રહ્યો છે. HORમાં પ્રસ્તાવ પસાર થઈ ચૂક્યો છે. સીનેટના મેજોરિટી લીડર ચક શૂમરે આ માહિતી આપી છે. હવે નજર સીનેટના નિર્ણય પર છે.

HOR મહાભિયોગ પ્રસ્તાવની કોપી સીનેટને મોકલશે. ટ્રમ્પ હવે પૂર્વ રાષ્ટ્રપતિ છે, આ કારણે હવે સીનેટર્સની એક કમિટી જ જજની ભૂમિકામાં હશે. તેના માટે તેમણે શપથ પણ લેવા પડશે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે રાજકીય વિચારધારમાં અંતરના આધારે ભેદભાવ ન કરવામાં આવે. પછીથી ટ્રમ્પને સમન્સ પાઠવવામાં આવશે. પ્રારંભિક તબક્કે ટ્રમ્પના વકીલ તેમનો પક્ષ રજૂ કરશે. પછીથી તેઓ પોતે જ રજૂ થઈ શકે છે.આગામી સોમવારે ટ્રમ્પ મહાભિયોગના પ્રસ્તાવ પર પર વકીલો દ્વારા પક્ષ રજૂ કરશે.આગામી મંગળવારે સીનેટ પોતાનો જવાબ રજૂ કરશે. તે પછી ટ્રાયલ શરૂ થશે.

*શું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તેમાં સામેલ થશે ?

સૌથી મોટો સવાલ એ છે કે અંતે મહાભિયોગ કોની દેખરેખમાં થશે ? બંધારણ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે બંધારણીય રીતે મહિભિયોગની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોબ રોબર્ટ્સે કરી હતી. હવે ટ્રમ્પ પૂર્વ રાષ્ટ્રપતિ થયા એટલે ચીફ જસ્ટિસ આ મામલાને જોઈ શકતા નથી. તેને સીનેટ પોતે જ જોશે. જોકે એક્સપર્ટનો મત અલગ-અલગ છે.

*ટ્રાયલ ક્યાં સુધી ચાલી શકે છે ?
એક્સપર્ટનું માનવું છે કે આ ટ્રાયલ ટ્રમ્પના ગત વર્ષના ટ્રાયલની સરખામણીમાં ઓછા ચાલશે, જે લગભગ ત્રણ સપ્તાહ સુધી ચાલ્યા હતા. ટ્રમ્પ પર 18 ડિસેમ્બર 2019ના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે મહાભિયોગ લગાવ્યો હતો. ટ્રમ્પ પર બે આરોપ હતા. પ્રથમ 2020માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિરોધી જો બાઈડનની છબી ખરાબ કરવા માટે યુક્રેન પાસેથી મદદ માંગી અને બીજો સંસદના કામમાં અડચણ નાખવાની કોશિશ કરી. ટ્રમ્પની વિરુદ્ધ પ્રથમ મહિભિયોગની કાર્યવાહી જાન્યુઆરી 2020માં થઈ હતી.કેસ

*ચલાવનાર અને બચાવ કરનાર કોણ હશે ?
9 ડેમોક્રેટિક સાંસદ સીનેટ ટ્રાયલ દરમિયાન અભિયોજન પક્ષના રૂપમાં કામ કરશે. ટીમનું નેતૃત્વ બધારણીય કાયદા એક્સપર્ટ જેમી રસ્કિન કરશે. તેમાં ડેવિડ સિસિલીન, જોકિન કાસ્ત્રો, ડાયના ડીગેટ, મેડલીન ડીન, ટેડ લિઉ, જો નેગ્યૂસ, સ્ટેસી પ્લાસ્કેટ અને અરિક સ્વાવેલ સામેલ છે. ટ્રમ્પની વિરુદ્ધ ગત મહાભિયોગ દરમિયાન નવમાંથી કોઈ પણ ન હતા. ટ્રમ્પે કહ્યું કે આગામી મહાભિયોગના કેસમાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ કેરોલિનાના વકીલ બુચ બોવર્સની નિમણૂંક કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News