ટ્રમ્પની પાર્ટીના જ સાંસદે કહ્યું-ટ્રમ્પ લોકશાહી માટે ભયજનક, એમણે જ તોફાનીઓને સંસદમાં ઘૂસવા ઉશ્કેર્યા.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-01-07 11:39:25
- Views : 331
- Modified Date : 2021-01-07 11:39:25
કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઈલેક્ટોરલ વોટની ગણતરી શરૂ થઈ જેના માટે ચાર સાંસદોને ટેલર્સ તરીકે નિયુક્ત કરાયા, જેમાં બે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને બે સાંસદો સેનેટના રહ્યા હતા. જેમણે દરેક રાજ્યના વોટ સર્ટિફિકેટ વાંચ્યા હતા. આલ્ફાબેટિકલી દરેક રાજ્યના ઈલેક્ટોરલ વોટના સર્ટિફિકેટ્સ વાંચવામાં આવ્યા હતા. ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદ અમેરિકન કોંગ્રેસમાં ઈલેક્ટોરલ વોટની ગણતરી શરૂ કરવામાં આવી છે.
સંસદમાં જે રીતે ટ્રમ્પના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો તેના કારણે ટ્રમ્પની ખૂબ ફજેતી થઈ છે. જેના પછી નેશનલ ગાર્ડ્સ દ્વારા સંસદમાંથી તોફાનીઓને દૂર કરી દેવામાં આવ્યા હતા અને સંસદમાં જો બાઈડેનને રાષ્ટ્રપ્રમુખ તરીકે જાહેર કરવા માટે ઈલેક્ટોરલ વોટની સર્ટિફિકેશન પ્રોસેસ ફરી શરૂ કરાઈ હતી. જો કે હિંસાની આ ઘટના અંગે રિપબ્લિકન સાંસદોએ જ નારાજગી વ્યક્ત કરી હતી. એક સેનેટરે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બન્યા પણ તેમણે મોટાભાગનો સમય ગોલ્ફિંગમાં ગાળ્યો. તેઓ આપણી લોકશાહીના ભવિષ્ય માટે ભયજનક છે.
અમેરિકન સંસદમાં રિપબ્લિકન પાર્ટી અને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ જે રીતે હિંસા આદરી તેનાથી ખુદ રિપબ્લિકન પાર્ટીના સાંસદો પણ નારાજ થયા હતા. અમેરિકન સંસદમાં ઈલેક્ટોરલ વોટની ગણતરી શરૂ થતા પહેલા કેટલાક રિપબ્લિકન સાંસદોએ જ ટ્રમ્પને પરાજયનું સત્ય સ્વીકારી લેવા સલાહ આપી હતી. જ્યારે કેટલાક સાંસદે તો ટ્રમ્પ પર આરોપ મૂક્યો હતો કે તેમણે તોફાનીઓને સંસદમાં ઘૂસી જવા માટે ભડકાવ્યા હતા.
રિપબ્લિકન પાર્ટીના સેનેટર મિટ રોમનીએ હિંસાની ઘટના પછી કહ્યું હતું - હું આ ઘટનાની નિંદા કરૂં છું. મને ક્ષોભ છે કે આપણા રાષ્ટ્રપ્રમુખે તોફાનીઓને સંસદમાં ઘૂસવા માટે ઉશ્કેર્યા. લોકતંત્રમાં જીત અને હારને સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. તોફાનીઓને સ્પષ્ટ મેસેજ છે કે તેઓ સત્યને સ્વીકારે. હું મારી પાર્ટીના સાથીઓ પાસેથી પણ આ જ આશા રાખું છું કે તેઓ લોકતંત્રને બચાવવા માટે આગળ આવે.અન્ય એક રિપબ્લિકન સેનેટરે કહ્યું હતું, અમેરિકનો ફાઈટર છે અને કોરોનાવાયરસનો લાખો માણસો ભોગ બન્યા પછી પણ તેમણે નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં દેશના નેતૃત્વમાં પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો. મહામારીના આ સમયમાં પણ અમેરિકનો લોકશાહી બચાવવા માટે કટિબદ્ધ રહ્યા અને ચૂંટણીમાં તેમણે નેતૃત્વ પરિવર્તન માટે મતદાન કર્યુ.તેમણે કહ્યું-કોરોનાવાયરસના કારણે ઈકોનોમી ધરાશયી થઈ એ સત્ય છે, કોરોનાના કારણે લાખો લોકો ભોગ બન્યા એ સત્ય છે, જો બાઈડેન જીત્યા અને ટ્રમ્પની હાર થઈ એ સત્ય છે. દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ અને તેના કારણે આપણા વિશાળ લોકતંત્ર પર ખતરો વધ્યો. દેશના લોકો જ નક્કી કરશે કે કોને નેતૃત્વ સોંપવું અને તેમણે તેમનો નિર્ણય આપી દીધો છે.
આ ઉપરાંત રિપબ્લિકન્સ દ્વારા મિશિગનના ઈલેક્ટોરલ પરિણામો સામે વાંધો ઉઠાવાયો હતો. આ વાંધો જ્યોર્જિયાના પ્રતિનિધિ ટેઈલર ગ્રીન દ્વારા ઉઠાવાયો હતો. જો બાઈડેનની જીતનો વિરોધ કરતું લખાણ સોંપ્યું હતું. પરંતુ આ લખાણમાં સેનેટર દ્વારા હસ્તાક્ષર કરાયા નહોતા. તેના પછી વાઈસ પ્રેસિડન્ટ માઈક પેન્સ દ્વારા આ વાંધો નકારી દીધો હતો. રિપબ્લિકન પાર્ટીના માઈક પેન્સે કહ્યું હતું કે આવા કિસ્સામાં ઓબ્જેક્શન પર લક્ષ આપી શકાય નહીં, તેથી તે નકારવામાં આવે છે. આ સાથે જ કોંગ્રેસના સભ્યો દ્વારા તેમને તાળીઓથી વધાવી લેવાયા હતા.
જ્યારે જ્યોર્જિયાના ઈલેક્ટોરલ રિઝલ્ટ્સ સામે પણ ઓબ્જેક્શન નોંધાવાયું હતું. પરંતુ પ્રતિનિધિ જોડી હીસે કહ્યું હતું કે સંસદમાં હિંસાની જે ઘટના બની એ પહેલા ઓબ્જેક્શનની તૈયારી હતી પરંતુ આ ઘટનાઓ પછી અનેક સેનેટર્સે પોતાનું ઓબ્જેક્શન પાછું ખેંચ્યું છે. તેની સાથે જ કોંગ્રેસના સભ્યોએ તાળીઓથી તેમની પ્રશંસા કરી હતી. ત્યારપછી માઈક પેન્સે જ્યોર્જિયાના ઈલેક્ટોરલ વોટ સામેના ઓબ્જેક્શનને રદ કર્યુ હતું.ઈલેક્ટોરલ વોટની ગણતરી સમયે એરિઝોના અને પેન્સિલવેનિયામાં બાઈડેનની જીત વિરુદ્ધ વિરોધ નોંધાવાયો. પરંતુ કોંગ્રેસે તે નકારી દીધો. એરિઝોના અંગેનો મામલો વધુ ફસાયો. પ્રથમ સેનેટમાં અહીંના પરિણામો અંગે વાંધો નોંધાવાયો. અહીં તે નકારાતા મામલો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ પાસે પહોંચ્યો. આખરે અહીં પણ ઓબ્જેક્શનને નકારી દેવાયું. સેનેટમાં તો ટ્રમ્પની પાર્ટીની પીછેહઠ થઈ. પ્રસ્તાવની તરફેણમાં 6 અને વિરોધમાં 93 વોટ પડ્યા.
પેન્સિલવેનિયા અંગે રિપબ્લિકન સાંસદ જો હેલેએ અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ વાંધો ઉઠાવશે. તેમણે એમ જ કર્યુ પણ તેમને પૂરતું સમર્થન ન મળ્યું.
ઈલેક્ટોરલ વોટના સર્ટિફિકેશન વખતે યુએસએના જે રાજ્યના સેનેટર્સ દ્વારા જે ઉમેદવારની જીત વિરુદ્ધ વાંધો (ઓબ્જેક્શન) ઉઠાવવામાં આવે તેમાં એ શરત છે કે તે ઓબ્જેક્શન લેખિતમાં હોય અને તેના પર સેનેટરના હસ્તાક્ષર હોવા અનિવાર્ય છે. જેના પછી જોઈન્ટ સેશન અટકાવવામાં આવે છે અને હાઉસ અને સેનેટ અલગથી તેના પર વિચાર કરવા માટે એડજોર્ન થાય છે.
Related News
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 7
યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: રશિયાનું...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:41 pm
- 171
ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને 'મોટી ગિફ્ટ' આપવાની તૈયારીમાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:08 pm
- 94
ખામેનેઈના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટ યુદ્ધમાં હિઝબુલ્લાહની...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:52 pm
- 91
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતાં દુનિયા ટેન્શનમાં પણ ભારત પાસે પ્લાન B! સંકટ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:32 pm
- 109
નાઈજીરિયામાં લોહીની નદીઓ વહી! અંધાધૂંધ ગોળીબારમાં 30ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:13 pm
- 77
ભારત 4 દાયકા પછી ઝેલમ નદી પર વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:12 pm
- 82
અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:10 pm
- 64
રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:06 pm
- 76
આ એક 'ડર'ના કારણે ઈરાન પર હુમલો નથી કરી રહ્યું...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:47 pm
- 76
ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા...
- by Yogesh
- January 31, 2026, 3:30 pm
- 51
એપસ્ટિન ફાઈલ્સમાં બ્રિટિશ રાજાના ભાઈની એવી તસવીર જાહેર થઇ કે બધાના હોંશ...
- by Yogesh
- January 31, 2026, 3:27 pm
- 315
EU બાદ અમેરિકા સાથે 'બિગ ડીલ' ની નજીક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:38 pm
- 75
ભારત અને ઈયુની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશની મુશ્કેલી...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 2:52 pm
- 74
ભારત-યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાંખવા આવ્યું...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:13 pm
- 47
13000 ફ્લાઈટ્સ રદ, બત્તીગુલ, લોકોને ઘરમાં પુરાઈ જવા...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:57 pm
- 83
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની કરપીણ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:29 pm
- 51
પાકિસ્તાનમાં લગ્ન સમારોહમાં આત્મઘાતી વિસ્ફોટમાં 5 લોકોના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:20 pm
- 53
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 46
ડોનાલ્ડ ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' સાથે જોડાતા કેમ ખચકાઈ રહ્યું છે ભારત? જાણો...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:42 pm
- 49
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું! ટ્રમ્પના ભાષણ બાદ ફોડ્યો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:49 pm
- 52
ગ્રીનલેન્ડ અમેરિકાનું શાસન સ્વીકારી લે તો શું...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:47 pm
- 52
હિંદ મહાસાગરના ટાપુ પર ડોનાલ્ડ ટ્રમ્પની...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:36 pm
- 57
અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:20 pm
- 88
ટ્રમ્પના 'ગાઝા પીસ બોર્ડ'ને ફ્રાંસના પ્રમુખે બતાવ્યો...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:19 pm
- 50
વ્હાઇટ હાઉસમાં લંચ કરીને ખુશ હતા આસિમ મુનિર, હવે ટ્રમ્પે માંગી લીધી...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:12 pm
- 57
પશ્ચિમી દેશોના ઝઘડામાં ચીન-રશિયાને...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:43 pm
- 44
બાંગ્લાદેશમાં વધુ બે હિન્દુઓની હત્યા : બ્રિટિશ સાંસદો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:41 pm
- 52
ભારતે દાળ-કઠોળ પર 30% 'ટેરિફ' ઝીંકતા અમેરિકાના વેપારીઓ ઊંચા-નીચા, ટ્રમ્પને...
- by Yogesh
- January 17, 2026, 1:56 pm
- 49
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 59
આતંકવાદના સમર્થક દેશોને ઈનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે : G7ના મંચથી PM...
- by B.K.NEWS DAINIK
- June 18, 2025, 11:50 am
- 191
ભારતને મળશે સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, 30 હજાર કરોડ રૂપિયામાં ડીલ...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 12:51 pm
- 144
હાર્વર્ડમાં ભણવા માગતા વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, ટ્રમ્પે વિઝા...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:54 am
- 88
રશિયામાં મોટી દુર્ઘટના, બ્રિજ ધસી પડતાં ટ્રેન પાટા પરથી ખડી પડી, 7ના મોત,...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:16 am
- 70
બલુચિસ્તાનના સોરાબ શહેર પર બળવાખોર બલોચ આર્મીનો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:14 am
- 84
ટ્રમ્પે ચીનથી આયાત થતા એલ્યુમિનિયમ સ્ટીલ પરનો ટેરિફ વધારી 50 ટકા...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:11 am
- 104
યુએસમાં ચીની છાત્રોના વીઝા રદ કરવાની ખબરો વચ્ચે, શું ચીની રાષ્ટ્રપતિ શી...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:07 am
- 55
શ્રીલંકા: બસ લપસીને ખાડામાં ખાબકી, 21 લોકોના મોત; 30 થી વધુ લોકો...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:18 pm
- 67
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો, વિશ્વ બેંકે હાથ ઊંચા કર્યા,...
- by B.K.NEWS DAINIK
- May 9, 2025, 4:58 pm
- 91
'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 26, 2025, 2:39 pm
- 292
શેરબજારમાં તીવ્ર કડાકાના પગલે ડોલર સામે રૂપિયો તૂટીને 86 નજીક...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:36 pm
- 64
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2025, 4:21 pm
- 64
ભારત પ્રત્યે પ્રેમ છલકાયો સેમ ઓલ્ટમેનનો: ઇન્ડિયાની ટીશર્ટમાં ક્રિકેટ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 5:49 pm
- 69
ટ્રમ્પની ટેરિફ નીતિથી દુનિયાભરમાં હડકંપ: કેનેડા-ચીન સહિત જુઓ કોણે શું જવાબ...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:38 pm
- 67
મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:32 pm
- 60
'રોમાન્સ ખતમ કે બ્રેક અપનો મતલબ દુષ્કર્મનો મામલો નથી..' સુપ્રીમ કોર્ટનું...
- by B.K.NEWS DAINIK
- April 3, 2025, 3:29 pm
- 59
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:08 pm
- 59
મેં સાંભળ્યું છે કે ભારત હવે ટેરિફ ઘટાડશે, પહેલાં કેમ ન કર્યું?: ટ્રમ્પનું...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:18 pm
- 98
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કરાવી આંખની સર્જરી, કહ્યું- મારામાં હજુ તાકાત...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 5:15 pm
- 82
દિવસ-રાત રીલ્સ જોઈએ છે આપણે અને કિંમત ચૂકવે છે પૃથ્વી, વીડિયો જોઈને તમે પણ...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:29 pm
- 75



