64 દિવસમાં પણ લોકોના નિર્ણયને ન માન્યા ટ્રમ્પ, આ વાદ-વિવાદ અને બબાલને 5 વાતથી સમજો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 13:14:41
  • Views : 405
  • Modified Date : 2021-01-07 13:14:41

    અમેરિકામાં બુધવારે જે પણ થયું તેને વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેંસે દેશના લોકતાંત્રિક ઈતિહાસના કાળા દિવસ તરીકે ગણાવ્યો છે. એ તો નક્કી જ છે કે રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન જ બનશે. આમ જોવામાં આવે તો બાઈડનની જીત 3 નવેમ્બરે ચૂંટણીના દિવસે જ નક્કી થઈ ગઈ હતી. 14 નવેમ્બરે ઈલેક્ટોરલ કોલેજની વોટિંગ પછી તેની પર વધુ એક મોહર લાગી. 6 નવેમ્બરે બાઈડનની જીતની બંધારણીય રીતે પુષ્ટિ થવાની હતી. એવામાં સવાલ એ છે કે જ્યારે બધુ જ નક્કી હતું તો બબાલ શાં માટે થઈ ? અંતે વિશ્વનું સૌથી જુનુ લોકતંત્ર કલંકિત શાં માટે થયું ? તેનો એક જ જવાબ છે- ડોનાલ્ડ ટ્રમ્પની જિદ.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પ રિપબ્લિક અને બાઈડેન ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર હતા. કોરોનાવાઈરસને સંભાળવામાં ટ્રમ્પની નિષ્ફળતા મુખ્ય મુદ્દો બની. ટ્રમ્પ મહામારીને ક્યારેક સામાન્ય ફ્લૂ તો ક્યારેક ચીનનો વાઈરસ કહે છે. 3 લાખથી વધુ અમેરિકનના તેમાં મોત થયા છે. લાખો બેરોજગાર થઈ ગયા. અર્થવ્યવસ્થા નબળી પડવા લાગી. ટ્રમ્પ શ્વેતોને છેતરીને ચૂંટણી જીતવા માંગતા હતા. કારણ કે અશ્વેત તેમની પર ભેદભાવનો આરોપ લગાવીને પહેલા જ તેમનાથી દૂર થઈ ચૂક્યા હતા.

    3 નવેમ્બરે ચૂંટણી થઈ. અમેરિકામાં જનતા ઈલેક્ટર્સને ચૂંટે છે અને ઈલેક્ટર્સ રાષ્ટ્રપતિને ચૂંટે છે. તેના કુલ 538 વોટ હોય છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270 વોટની જરૂર હોય છે. 3 નવેમ્બરે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે બાઈડનને 306, જ્યારે ટ્રમ્પને 232 વોટ મળ્યા. એટલે કે ટ્રમ્પ હારી ચૂક્યા છે. ચૂંટણી પહેલા જ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હારશે તો પરિણામનો સ્વીકાર કરશે નહિ. અમેરિકાની સુરક્ષા એજન્સીઓ કદાચ તેમનો ઈશારો સમજી શકી ન હતી. કારણ કે કદાચ સમજી ગઈ હોત તો બુધવારની ઘટના ટાળી શકાઈ હોત. સંસદની બહાર લોકો ભેગા જ થઈ શકયા ન હોત.

    જો ટેકનિકલ વાતોમાં ન પડીએ તો સીધો જવાબ એ છે કે બાઈડનની જીત પર બંધારણીય મુહર લાગવાની હતી. સંસદના બંને ગૃહોમાં ઈલેક્ટર્સના વોટ્સની ગણતરી થવાની હતી. અહીં એક નાની વાત સમજી લઈએ. અમેરિકામાં ચૂંટણી પછી પરિણામોને કોર્ટમાં પડકારી શકાય છે. જોકે અહીં તેનો ઉકેલ 6 જાન્યુઆરી પહેલા એટલે કે સંસદના સંયુક્ત સત્ર પહેલા જ આવી જવો જોઈએ. આ થયું પણ. પછી સંસદ બેઠી. તેણે ચાર મેમ્બર્સ પસંદ કર્યા. તે દરેક ઈલેક્ટરનું નામ લઈને તે બતાવી રહ્યાં હતા કે તણે વોટ ટ્રમ્પને આપ્યા કે બાઈડનને.

    તેનો પણ સરળ જવાબ છે. બબાલ એટલા માટે થઈ કે કારણ કે ટ્રમ્પ સમર્થકોને ભડકાવી રહ્યાં હતા. તેઓ ઈચ્છતા ન હતા કે ઈલેક્ટોરલ કોલેજ એટલે કે ઈલેક્ટર્સના વોટની ગણતરી થાય. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ટ્રમ્પ ઈચ્છતા ન હતા કે સંસદ બાઈડેનના 20 જાન્યુઆરીના શપથ ગ્રહણ સમારંભને લીલી ઝડી આપે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ આપ્યું. સમર્થક ભડકી ગયા. સંસદમાં હંગામો થયો અને એક મહિલાનું મોત થયું. સંસદમાં ઈલેક્ટર્સના વોટ્સની જગ્યાએ બંદૂક જ જોવા મળી.

    હાલ ઈલેક્ટોરલ કોલેજના વોટની ગણતરી ચાલુ છે. તેમાં ઘણા કલાકો લાગી શકે છે. વધુ સમય લગવાનું કારણ એ છે કે કેટલાક વોટને લઈને ટ્રમ્પની પાર્ટીના સમર્થકો વાંધો નોંધાવી શકે છે. તેને ક્લિયર કરવાની એક નક્કી પ્રક્રિયા છે અને આ કારણે સંસદને સમય લાગી શકે છે. પ્રોસેસ ખત્મ થયા પછી બાઈડેનને વિનર સર્ટિફિકેટ આપવામાં આવશે. 20 જાન્યુઆરીએ તે સંસદના શપથ લેશે. સંસદ તેમના કેબિનેટ મેમ્બર્સના નામની તપાસ પછી એપ્રુવલ આપશે. આ દરમિયાન ટ્રમ્પે વ્હાઈટ હાઉસ છોડવું પડશે. જો તેઓ આમ નહિ કરે તો સુરક્ષાબળ તેમને ત્યાંથી નીકાળી શકે છે.


Download Our B K News Today App



Related News