આ છોડ માનવીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 13:05:31
  • Views : 442
  • Modified Date : 2019-11-05 13:05:31

    પર્યાવરણની સ્થિતિ પહેલાના પ્રમાણમાં વર્તમાન સમયમાં વધારે ખરાબ જોવા મળે છે. જેમાં ઝાડ અને છોડ ઝડપથી લુપ્ત થઈ રહ્યા છે. તેવી વિકટ સ્થિતિમાં સરકાર અને અન્ય સંસ્થાઓને વૃક્ષ વાવો ઝુંબેશ ચલાવવી પડી રહી છે.ત્યારે લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના ઘરની આસપાસ વૃક્ષ વાવે અને તેનું યોગ્ય રીતે જતન કરે. પરંતુ વૃક્ષોના અસ્તિત્વ સાથે જ વ્યક્તિનું અસ્તિત્વ જોડાયેલું હોય છે. જોકે વૃક્ષોના વિશ્વમાં એવા કેટલાક છોડ પણ છે. જે માણસના જીવન માટે જોખમી છે. જેમાં  એક સુંદર દેખાતો છોડ પણ માણસનો જીવ લઈ શકે છે. આમ લંડનમાં એક પ્રકારનું ઘાતક ઝાડ છે. જેને સામાન્ય ભાષામાં હોગવીજ અથવા કિલર ટ્રી કહેવાય છે. તેનું વૈજ્ઞાનિક નામ હેરકિલમ મેંટાગોજિએનમ છે. તે ઝાડ બ્રિટનના લેંકશાયર નદીના કિનારે આવેલું છે. જેની  લંબાઈ 14 ફૂટ સુધીની હોય છે અને તે દેખાવમાં આકર્ષક લાગે છે. પરંતુ તે સુંદર હોવા છતા જીવલેણ હોવાનું માનવામાં આવે છે. આ છોડને કોઈ સ્પર્શ કરે તો તેના હાથમાં ફોલ્લા પડી જાય છે.તે સિવાય આ ઝાડને સ્પર્શ કર્યાના 48 કલાકની અંદર તેની અસર દેખાવા લાગે છે. આમ આ ઝાડ સાપ કરતાં પણ વધારે ઝેરી છે. આમ જો કોઈ વ્યક્તિ તેને ભુલથી પણસ્પર્શ કરી લે તો ત્વચામાં સૌથી પહેલા બળતરા શરૂ થઈ જાય છે  ત્યારબાદ તેની ગંભીર અસરો થવા લાગે છે.જે અસરના ભાગરૂપે વ્યક્તિ આંધળી પણ થઈ શકે છે. આ છોડથી થતા નુકસાનને રોકવા માટે કોઈ દવા ઉપલબ્ધ કરાઇ નથી, તેથી આ છોડ વ્યક્તિ માટે ખતરનાક સાબિત થાય 

Download Our B K News Today App



Related News