ભારત-શ્રીલંકા વચ્ચે રામસેતુ ‘હતો જ’ એવા નક્કર પુરાવા નથીઃ સરકારનો સંસદમાં ખુલાસો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 17:41:20
  • Views : 445
  • Modified Date : 2022-12-24 17:41:20

સરકારે સંસદમાં કહ્યું છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે રામસેતુનો કોઈ નક્કર પુરાવાો નથી. સ્પેસ મિનિસ્ટર જિતેન્દ્ર સિંહે ગુરુવારે રામસેતુ પર ભાજપ સાંસદ કાર્તિકેય શર્મા દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું- જે સ્થળો પર પૌરાણિક રામસેતુ હોવાનું માનવામાં આવે છે તેની સેટેલાઇટ તસવીરો લેવામાં આવી છે. છીછરા પાણીમાં ટાપુ અને ચૂનાના પથ્થરો દેખાય છે, પરંતુ દાવો કરી શકતા નથી કે આ રામસેતુના અવશેષો છે.

જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં કહ્યું, 'ટેકનોલોજીના માધ્યમથી અમુક હદ સુધી અમે પુલના ટુકડા, ટાપુ અને એક પ્રકારના ચૂનાના પથ્થરના ઢગલાને ઓળખવામાં સફળ થયા છીએ. અમે કહી શકતા નથી કે તે પુલનો ભાગ છે કે તેના અવશેષો.

તેમણે કહ્યું- સ્પેસ મિનિસ્ટરી આ કામમાં લાગેલું છે. રામસેતુના શોધમાં અમારી કેટલીક મર્યાદાઓ છે. કારણ એ છે કે તેનો ઈતિહાસ 18 હજાર વર્ષ જૂનો છે અને ઈતિહાસમાં જઈએ તો આ પુલ લગભગ 56 કિલોમીટર લાંબો હતો.
​​​​​​​ભારતના દક્ષિણપૂર્વમાં રામેશ્વરમ અને શ્રીલંકાના ઉત્તરપૂર્વમાં મન્નાર ટાપુ વચ્ચે, છીછરા ચૂનાના ખડકોની સાંકળ છે. તે ભારતમાં રામસેતુ અને વિશ્વભરમાં આદમના પુલ તરીકે ઓળખાય છે. આ પુલની લંબાઈ 28 કિલોમીટર છે. આ પુલ મન્નારનાઅખાત અને પાલ્કની સામુદ્રધુનીને એકબીજાથી અલગ કરે છે. આ વિસ્તારમાં દરિયો ઘણો છીછરો છે. જેના કારણે અહીં મોટી બોટ અને જહાજો ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

કહેવાય છે કે 15મી સદી સુધી આ સ્ટ્રક્ચર પર રામેશ્વરમથી મન્નાર દ્વીપ સુધી ચાલી શકાતું હતું, પરંતુ વાવાઝોડાએ અહીં સમુદ્રને ઊંડો બનાવ્યો, જેના પછી આ પુલ સમુદ્રમાં ડૂબી ગયો હતો. 1993 માં નાસાએ આ રામસેતુના સેટેલાઈટ ફોટો બહાર પાડ્યા હતા, જેમાં તેને માનવ નિર્મિત પુલ તરીકે વર્ણવવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News