2 લાખ કે તેથી વધુ રોકડ રૂપિયા લેવા પર દંડ ભરવો પડે છે, અહીં જાણો તેનાથી સંબંધિત ટેક્સના નિયમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 17:05:06
  • Views : 488
  • Modified Date : 2020-12-07 17:05:06

    ટેક્સ ચોરીને અટકાવવા માટે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 269ST અંતર્ગત કોઈપણ વ્યક્તિને એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ રકમ લેવા બદલ દંડ થઈ શકે છે. આ સેક્શનમાં રકમ પ્રાપ્ત કરનાર પર દંડ લાદવામાં આવશે, રકમ ચૂકવનાર વ્યક્તિ પર નહીં. આજે અમે તમને સેક્શન 269ST અંતર્ગત વિશે જણાવી રહ્યા છીએ જેથી તમારે સમસ્યાનો સામનો ન કરવો પડે.કલમ 269ST મુજબ જો કોઈ વ્યક્તિ 2 લાખ અથવા તેનાથી વધારેની રોકડ રકમ પ્રાપ્ત કરે છે તો તે વ્યક્તિ પર દંડ ફટકારવામાં આવશે. એટલે કે આ કલમમાં દંડ કેશમાં રકમ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પર લાદવામાં આવશે. તેથી જો તમે 2 લાખ અથવા તેનાથી વધારેની કિંમતની ગિફ્ટ લઈ રહ્યા છો તો તેને માત્ર બેંકિંગ ચેનલ દ્વારા જ લો, જેમ કે:- A /C Payee ચેક, અથવા A /C Payee ચેક ડ્રાફ્ટ, અથવા ઈલેક્ટ્રોનિક ક્લિયરન્સ સિસ્ટમના દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરો. જો પેમેન્ટ સેલ્ફ ચેક દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે તો તેને પણ કેશમાં કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન જ માનવામાં આવશે અને દંડ લાદવામાં આવશે.

    કલમ 269ST અનુસાર, જે પણ વ્યક્તિ 2 લાખ રૂપિયા અથવા તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરશે, તો તે ટ્રાન્ઝેક્શનની રકમ જેટલી જ રકમ દંડ તરીકે લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમેરોકડેથી 7 લાખ રૂપિયાની કોઈ લક્ઝરી વસ્તુ ખરીદો છો તો, તે દુકાનદારને 7 લાખ રૂપિયાનો ટેક્સ (દંડ) ભરવો પડશે.આવકવેરા અધિનિયમની કલમ 269ST સરકાર, કોઈપણ બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અથવા સહકારી બેંક દ્વારા પ્રાપ્ત રકમ પર લાગુ નથી થતી.



Download Our B K News Today App



Related News