ઓનલાઇન સસ્તો આઇફોન મગાવ્યો, ડિલીવરીમાં ફોનની જગ્યાએ એવું કઈંક આવ્યું કે યુવકને જોઈને થયું આશ્ચર્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 13:35:28
  • Views : 683
  • Modified Date : 2021-03-26 13:35:28

    આજકાલ ઓનલાઇન વસ્તુઓ વધારે ખરીદવામાં આવે છે. ઓનલાઇન સસ્તી વસ્તુઓ અને સેલમાં ઓર્ડર કરવામાં આવતી અનેક વસ્તુઓને જોઇને લોકો આકર્ષાય છે. જેના પરિણામ સ્વરૂપ અનેકવાર લોકોએ નુકસાન ભોગવવું પડે છે. અનેકવાર સસ્તાના ચક્કરમાં લોકો એવો ઓર્ડર કરે છે કે પછી તેમણે પછતાવું પડે છે. આવો જ એક મામલો થાઈલેન્ડના એક યુવક સાથે બન્યો છે. તેણે ઓનલાઇન સસ્તો આઈફોન જોઇને ઓર્ડર આપી દીધો.

    થાઈલેન્ડના આ યુવકે જોયું કે ઓનલાઈન શોપિંગ એપમાં સસ્તો આઇફોન મળી રહ્યો છે. યુવકને આઇફોન ખરીદવાની ઇચ્છા હતી, જેથી તેણે સંપૂર્ણ જાણકારી મેળવ્યા વિના જ ઓર્ડર પ્લેસ કરી દીધો. પરંતુ જ્યારે ડિલીવરી થઇ ત્યારે યુવક આશ્ચર્ય પામ્યો. જે આઇફોન તેણે ઓર્ડર કર્યો હતો, તેની જગ્યાએ કંપનીએ આઇફોન જેવું ટેબલ મોકલ્યું હતું. યુવકે જ્યારે આ મામલે પૂછતાછ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે એપમાં આઇફોનનું ટેબલ જ વેચાઇ રહ્યું હતું. જેને કંપનીએ ફોટોમાં આઇફોનના ફોન જેવું જાહેર કર્યું હતું.

    યુવકે આ ટેબલ જેવા આઇફોનની તસવીર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરી છે અને થાઇલેન્ડલના સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ ખૂબ જ વાઇરલ થઇ રહી છે.


Download Our B K News Today App



Related News