કોરોનાના કેસનો કુલ આંક 12 કરોડને પાર; અમેરિકામાં આ મહામારીની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યા 3 કરોડ થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 13:22:09
  • Views : 355
  • Modified Date : 2021-03-14 13:22:09

    વિશ્વભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. શનિવારે, વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 12 કરોડને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 41 હજાર 891 કેસ નોંધાયા હતા અને 8,071 લોકોના મૃત્યુ થયા હતા. આ રીતે, દુનિયામાં અત્યાર સુધીમાં 12 કરોડ 40 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 26 લાખ 59 હજાર 102 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

    આ તરફ, અમેરિકામાં ગત દિવસે અહીં કોરોનાના 48,808 કેસ નોંધાયા હતા અને 1037 લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. અત્યાર સુધીમાં 3 કરોડ 43 હજાર 662 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. 5 લાખ 46 હજારથી વધુ છે લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે.રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક-V તમામ ઉંમરના લોકો પર અસરકારક છે. વેક્સિન ઉત્પાદક કંપની ગમાલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં વડા એલેક્ઝાંડર જિંટેસબર્ગે જણાવ્યું હતું કે શરૂઆતમાં વેક્સિન અંગે શંકાઓ હતી કે તે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો પર ઓછી અસરકારક છે, પરંતુ એવું નથી. તે તમામ ઉંમરના લોકો પર કામ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે વિશ્વમાં હાલમાં જે પણ વેક્સિન ઉપલબ્ધ છે. તેમાં સ્પુતનિક-Vસૌથી વધુ અસરકારક છે.

    બ્રાઝિલમાં કોરોનાનો વધુ એક સ્ટ્રેન મળી આવવાના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશમાં કોરોનાના કેસમાં વધારો થવાનું કારણ કોરોનાનો આ નવો સ્ટ્રેન હોય શકે છે. સાયન્સ ઓફ ટેકનોલોજી મંત્રાલયે નેશનલ લેબ ફોર સાઇંટિફિક કમ્પ્યુટિંગણે જણાવ્યુ કે બ્રાઝિલના કેટલાક વિસ્તારોમાં આ નવો સ્ટ્રેન મળી આવ્યો છે. આ બાબતે રિસર્ચ ચાલુ છે. આ પહેલા નવેમ્બર 2020માં ઉતાર બ્રાઝિલમાં કોરોનાનો નવો સ્ટ્રેનથી સમગ્ર દેશની આરોગ્ય સેવાને ભારે અસર પહોંચી હતી.બ્રાઝિલમાં ગત દિવસે 70,934 કોરોના કેસ નોંધાયા હતા અને 1,940 લોકો મૃત્યુ પામ્યા હતા. આ વિશ્વના સમગ્ર દેશોમાંથી શનિવારે નોધાયેલો આ સૌથી મોટો આંક છે. અહીં અત્યાર સુધીમાં 1.14 કરોડ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે અને 2.77 લાખ લોકોમાં મૃત્યુ થયા છે.

** ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

30,043,662

546,605

22,108,596

બ્રાઝિલ

11,439,250

277,216

10,036,947

ભારત

11,358,644

158,642

10,987,855

રશિયા

4,380,525

91,695

3,985,897

યૂકે

4,253,820

125,464

3,424,092

ફ્રાન્સ

4,045,319

90,315

272,615

ઈટલી

3,201,838

101,881

2,579,896

સ્પેન

3,183,704

72,258

2,857,714

તુર્કી

2,866,012

29,421

2,685,560

જર્મની

2,569,850

73,907

2,352,600

(આ આંકડા https://www.worldometers.info/coronavirus/મુજબના છે.)


Download Our B K News Today App



Related News