કોરોના વાઇરસ : જાણો કયા દેશમાં કોરોના રસીના નામે અપાઈ શ્વાનની રસી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 17:08:44
  • Views : 487
  • Modified Date : 2021-04-23 17:08:44

     કોરોના વાઈરસનો કહેર સતત વિશ્વમાં વધી રહ્યો છે. ત્યારે સંક્રમણના કારણે કરોડો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હજુ પણ આ મહામારીનો ખતરો ટળ્યો નથી. જો કે કોરોનાની રસી આવી ચુકી છે અને દુનિયાભરમાં સંક્રમણને રોકવા માટે રસીકરણનું કામ ચાલી રહ્યું છે. બધી સરકારો પ્રયત્ન કરી રહી છે કે જલ્દીથી દરેક વ્યક્તિને આ રસી પહોંચાડવામાં આવે. કેટલાક લોકો એવા પણ છે, જેઓ આ જરુરી સામાનની કાળાબજારી કરી રહ્યા છે. આવો જ એક મામલો સામે આવ્યો છે ઉતરી ચિલીથી જે સાંભળીને આપ પણ હેરાન થઈ જશો.

     કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. એવી સ્થિતીમાં કેટલાય દેશમાં હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. મહામારીની આ સ્થિતીમાં ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ અને કોરોના વોરિયર્સ સતત કોશિશમાં લાગેલા છે કે લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય અને લોકોની મદદ કેવી રીતે કરી શકાય પણ આવામાં પણ કાળાબજારીના મામલા સામે આવી રહ્યા છે.

     ઉત્તરી ચિલીમાં પશુ ચિકિત્સક કોરોનાથી બચાવવાના નામે લોકોને શ્વાનની રસી લગાડવામાં આવી રહી છે. અંટોફગાસ્ટા પ્રાંતના ઉપ આરોગ્ય સચિવએ જણાવ્યું કે એજન્સીના કાર્યકર્તા જાણકારી મળ્યા બાદ કલમા શહેરમાં મારિયા ફર્નાંડા મુનોજના પશુ ચિકિત્સક ક્લિનિક પર ગયા હતા. ત્યાં લોકોએ માસ્ક નહોતા પહેર્યા. તેમણે કહ્યું કે તેમને રસી આપવામાં આવી છે માટે માસ્કની જરુર નથી. હકીકતમાં તેઓ જે વેક્સિનની વાત કરી રહ્યા હતા તે શ્વાનની રસી હતી. આ મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે મુનોજના પશુ ચિકિત્સા ક્લિનિકને 10,300 ડૉલરનો દંડ ફટકાર્યો છે.

 

Download Our B K News Today App



Related News