સ્પીકરે શિંદે જૂથને શિવસેના પક્ષની ઓફિસ ફાળવી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-21 16:33:52
  • Views : 504
  • Modified Date : 2023-02-21 16:33:52

શિવસેનાના ઝઘડામાં ઉદ્ધવ ઠાકરે જૂથને આજે બે બાજુએથી ફટકો ખાવાનો વારો આવ્યો હતો. પક્ષના નામ અને પ્રતિક બાબતે ઉદ્ધવ જૂથે કરેલી અરજીની તાત્કાલિક સુનાવણી હાથ ધરવા સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડી દીધી હતી, બીજીબાજું મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકર રાહુલ નાર્વેકરે વિધાનસભા પરિસરમાં આવેલી શિવસેનાની ઓફિસ એકનાથ શિંદે જૂથને ફાળવી દીધી હતી. ચૂંટણી પંચે શિંદે જૂથની શિવસેનાને અસલી શિવસેના તરીકે પ્રમાણિત કરીને પક્ષનું નામ અને ધનુષ્ય-બાણનું ચૂંટણી પ્રતિક પણ ફાળવી દીધું હતું.

વિધાનભવન કાર્યાલય પર કબજો કર્યા બાદ હવે શિવસેના શિંદેના ધારાસભ્યો પણ મંત્રાલયની સામે આવેલી પેગોડા ઓફિસ પર કબજો કરશે. ચૂંટણી પંચના નિર્ણય બાદ શિંદે ગ્રુપે તમામ કાર્યલય પર કબજો લેવાની તૈયારી બતાવી છે ત્યારે આ મામલે ઉદ્ધવ ગ્રુપે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

ચૂંટણી પંચના આ નિર્ણય સામે ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા વિનંતી કરી હતી. તેમની આ માંગ પર સીજેઆઈએ તાત્કાલિક જ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે અરજીમાં તાત્કાલિક ઉલ્લેખ કરવાની પ્રક્રિયા છે જેનું પાલન કરવું જોઈએ.

આ મામલે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે કહ્યું કે તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ કરવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. દરેક વ્યક્તિએ તેના પર વિશ્વાસ કરવો જોઈએ. તેથી જ તેઓએ કાલે આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ અરજી ઉલ્લેખિત સૂચિમાં ન હોવાથી કોર્ટે આવતીકાલે તેનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું.

ચૂંટણી પંચના આદેશને ખામીયુક્ત ગણાવતા ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટને તેના પર સ્ટે મૂકવાની વિનંતી કરી છે. ઉદ્ધવ જૂથ અરજીને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. શિંદે જૂથને ઉદ્ધવ જૂથના આ પગલાની પહેલેથી જ જાણ હતી. એટલા માટે તેમણે ચૂંટણી પંચના નિર્ણય બાદ જ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી.

Download Our B K News Today App



Related News