ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે 2021ની વસ્તી ગણતરીના ડેટા જાહેર કર્યા

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-03 14:24:14
  • Views : 597
  • Modified Date : 2022-12-03 14:27:58

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીનું માનીએ તો, મુસ્લિમો અને હિન્દુઓની વસ્તીમાં વધારો થયો છે. ઈસાઈ વસ્તી અત્યાર સુધીમાં ઈતિહાસમાં સૌથી ઓછી થઈ છે. દેશમાં ઈસાઈ વસ્તીમાં 13 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. કોઈ પણ ધર્મને ન માનનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે વસ્તી ગણતરીના ડેટા જાહેર કર્યા છે. 2021ની ગણતરીના આંકડા મુજબ 46 ટકાથી વધારે ઈસાઈ વસ્તી છે. જ્યારે આ જનસંખ્યા 2011માં થયેલી વસ્તી ગણતરીમાં 59.3 ટકા હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મતગણતરીમાં પહેલી વાર અડધાથી ઓછી વસ્તી એટલે કે, 46.2 ટકા લોકોએ પોતાને ઈસાઈ બતાવ્યા છે. આ સંખ્યા લગભગ 27.5 મિલિયન છે, જ્યારે 2011માં 59.3 ટકા એટલે કે, 33.3 મિલિયન લોકો ઈસાઈ હતા. આંકડા પર નજર કરીએ તો, 13.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સર્વે અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોઈ ધર્મ નહીં માનનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વસ્તી ગણતરીના સર્વે અનુસાર, કોઈ ધર્મ નહીં માનનારા લોકોની વસ્તી અહીં બીજા નંબર પર છે. તેમની સંખ્યા લગભગ 37.2 ટકા છે. જ્યારે તેમની જનસંખ્યા 2011માં ફક્ત 25.2 ટકા હતી.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મુસ્લિમ વસ્તી હિન્દુઓની સરખામણીમાં ઝડપથી વધી રહી છે. 2021ની વસ્તી ગણતરી અનુસાર, મુસ્લિમોની જનસંખ્યા અહીં 6.5 ટકા છે, જે લગભગ 3.9 મિલિયન છે. જ્યારે 2011ના સર્વે અનુસાર, આ જનસંખ્યા 4.9 ટકા હતી, જે લગભગ 2.7 મિલિયન હતી. મુસ્લિમ વસ્તીમાં લગભગ 1.6 ટકાનો વધારો નોંધાયો છે. આંકડા પર નજર નાખીએ તો, હિન્દુ વસ્તીની આ વખતે ગણતરીમાં 1.7 ટકા નોંધાઈ છે. જે લગભગ એક મિલિયન છે. જ્યારે 2011માં હિન્દુઓની વસ્તી 1.5 ટકા, જે લગભગ 8 લાખ 18 હજારની નજીક હતી.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સિખ સમાજમાં લગભગ 4 લાખ 23 હજાર લોકો 2011માં રહેતા હતા. જે લગભગ 0.8 ટકા કુલ વસ્તી હતી. આ વખતે મામૂલી વધારો થઈને તે સંખ્યા 0.9 ટકા થઈ ગઈ છે. સિખ વસ્તી 2021માં લગભગ 5 લાખ 24 હજારની આસપાસ નોંધાઈ છે. આવી જ રીતે બૌદ્ધની સંખ્યા 2011માં 0.4 ટકા એટલે કે, 249,000 હતી, જે 2021માં 0.5 ટકા થઈ ગઈ હતી. એટલે કે, બૌદ્ધ વસ્તી 273,000 થઈ ગઈ છે. યહૂદી સમાજ પણ અહીં લગભગ 0.5 ટકા નિવાસ કરે છે.

Download Our B K News Today App



Related News